શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્ય વિશેષ - વજન ઘટાડવામાં ઉપયોગી છે બદામ

P.R
અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યુટ્રીશનમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં એ વાત સામે આવી છે કે દરરોજ બદામની એક નિશ્ચિત માત્રા લેવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. સંશોધકોએ આ અંગે કરેલા સંશોધનમાં થોડા જાડા હોય તેવા 123 લોકોને પસંદ કર્યા હતા.

આમાંથી અડધા લોકોને દરરોજ ખાવા માટે બદામનું 28 ગ્રામનું એક પેકેટ આપવામાં આવ્યું જ્યારે અડધા લોકોને એટલી જ કેલરીનું બદામરહિત ભોજન આપવામાં આવ્યું. છ મહિના બાદ જ્યારે બંને પ્રકારના લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું તો સંશોધકોએ જાણ્યું કે રોજ લગભગ 24 બદામ ખાનારા લોકોનું વજન બદામ ન ખાનારા લોકોની સરખામણીએ ઝડપથી ઘટ્યું છે.

સંશોધકોએ આ સંશોધનમાં એ પણ જાણ્યું કે બદામ ખાનારા લોકોના કોલેસ્ટ્રોલમાં સરેરાશ 8.7 મિલીગ્રામનો ઘટાડો થયો.

કોલેસ્ટ્રોલની આ માત્રા સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી માત્રાથી ઘણી ઓછી છે. સંશોધનની આગેવાની કરી રહેલા ફિલાડેલ્ફિયાના ટેમ્પિલ યુનિવર્સિટીના ડૉ. ગેરી ફૉસ્ટરે જણાવ્યું કે આ અભ્યાસો પછી બદામ ખાનારા સમૂહે બદામ ખાવાની બંધ કરી દીધી તો તેમનામાં વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી પડી ગઇ.

ડૉ. ફૉસ્ટરે જણાવ્યું કે બદામ ખાવાનો જો આવો બમણો ફાયદો થાય છે તો પછી તેની નિયંત્રિત માત્રા લેવામાં શું ખોટું છે.