ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્યપ્રદ : ચરબી દૂર કરવા આટલુ કરો

N.D
આપણે સહુ જાણીએ છીએ અને ડોક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઇએ. કારણ કે પાણી પીવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જેમ વધુ પાણી પીવાથી ચહેરાની ત્વચાને ગ્લો મળે છે તે જ રીતે જો દિવસનું આઠેક ગ્લાસ પાણી પીવામાં આવે તો તમે શરીરની વધારાની ચરબીને દૂર રાખી શકો છો.

પાણી કુદરતી રીતે ભૂખ ઓછી કરે છે અને શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરે છે. સંશોધનો કહે છે કે જો પાણી પીવામાં ઘટાડો કરવામાં આવશે તો શરીરમાં ચરબીમાં વધારો થશે અને આનાથી ઉલટું જો વધુ પાણી પીશો તો ચરબી ઓછી થશે.

કઇ રીતે : જો તમે પૂરતું પાણી નહીં પીવો તો કિડની સરખી રીતે કાર્ય નહીં કરે. જો તેની કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઇ જશે તો તેનો ભાર લિવર પર પડવા લાગશે. લિવરનું સૌથી પાયાનું કાર્ય શરીરમાં સંગ્રહાયેલી ચરબીનું ચયાપચય કરી શરીર માટે ઊર્જાનું સર્જન કરવાનું છે. પણ જો લિવરે કિડનીનું કાર્ય કરવું પડશે તો પોતાનું આ કાર્ય સરખી રીતે નહીં કરી શકે. પરિણામે બહુ ઓછી ચરબીનું ચયાપચય થશે અને શરીરમાં વધારે પડતી ચરબી સંગ્રહાતા વજન ઓછું થવાની ક્રિયા અટકી જશે.

પાણી કબજિયતાની તકલીફમાં પણ રાહત આપે છે. જો તમારું વજન વધારે છો તો તમારે પાતળી વ્યક્તિની સરખામણીએ વધુ પાણી પીવું પડશે. જ્યારે શરીર બહુ ઓછું પાણી લે છે ત્યારે તેને જોઇતું પાણી તે અંદરના સ્રોતોમાંથી ખેંચવા લાગે છે.

કેટલું પાણી પૂરતું છે ? : વ્યક્તિએ સરેરાશ દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. જો તમે કસરત કરતા હોવ કે પછી વાતાવરણ ગરમ અને સૂકું હોય તો તમારે આની માત્રા વધારી દેવી જોઇએ.