શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ગરમીના પ્રાકૃતિક પીણાં - 2

N.D
નારિયળ પાણી - ગરમીના મહિનામાં જ્યારે પરસેવો રોકાવવાનુ નામ નથી લેતો, તે સમયે તાજા નારિયળનુ પાણી શરીરને તાજગીથી ભરી દે છે. આ નેચરલ આઈસોટોનિક બેવરેજ માનવામાં આવે છે અને સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક સાસ્થ્ય પીણુ છે, જે શરીરને ડીટોક્સીફાઈ કરવા ઉપરાંત શરીરનુ પીએચ સમતુલન પણ બનાવી રાખે છે. આ પાણી ફ્લૂ, હર્પીસ અને બીજા ઘણા રોગોથી બચાવે છે. નારિયળ પાણીમાં શુગર અને કાબ્રોહાઈડ્રેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે.

કેરીનુ પનુ - ગરમીમાં ફળોનો રાજા કેરીનુ મનભરીને સેવન કરી શકાય છે. તમે હાલ કાચી-ખાટી કેરીમાંથી તૈયાર કેરીનુ પનુંપણ બનાવીને પી શકો છો. આ ભારતીય પીણું ગરમીમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગે છે અને લૂંથી બચાવે પણ છે. કેરીનુ પનું હોટ સ્ટ્રેટથી બચાવે છે અને તે વિટામીન સી, બી, બી2 નુ ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. કેરીનુ પનું પીવાથી શરીરમાં સોડિયમ ક્લોરાઈડ અને લોહ તત્વની ઉણ્પ થવાથી બચાવે છે અને સાથે જ ગેસ્ટ્રો-ઈંટેસ્ટાઈનલ વિકારોથી પણ શરીરને મુક્ત રાખે છે.

તરબૂચનો રસ - આની ગણતરી તરસ છિપાવનારુ સર્વોત્તમ પીણાના રૂપમાં કરવામાં આવે છે શરીરને શીતળતા આપનારો આનો ખાસ પ્રભાવ ખરેખર ઉપયોગી છે અને આમાં ઈલેક્ટ્રોસાઈટ સોડિયમ અને પોટાશિયમ ખનીજ વગેરે પણ હોય છે, જે આપણે પરસેવાની સાથે ગુમાવીએ છીએ.

શેરડીનો રસ - આ ગ્લુકોઝનુ સૌથી ઉત્તમ સ્ત્રોત હોય છે, જે તેજ ગરમ હવાવાળા મહિનાઓમાં તમને ઉર્જાથી ભરપૂર રાખે છે. ડાયાબીટિશના રોગીઓ અને સામાન્યથી વધુ વજનવાળા લોકોને શેરડીનો રસ ન પીવો જોઈએ.