ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ચોમાસાની રોમેંટિક સીઝનમાં શુ ખાશો શુ નહી ?

ચોમાસાની સીઝન ભલે રોમેન્ટિક અને ખુશનુમા હોય, પણ તે પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઇને આવે છે. આ ઋતુમાં લોકો સૌથી વધુ બીમાર પડે છે. વરસાદની ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આવામાં જો થોડી સાવધાની દાખવવામાં આવે તો તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો અને ચોમાસાની મજા પણ માણી શકો છો. આ ઋતુમાં ફૂડ પ્લાન કે ડાયટ ચાર્ટ બનાવવો બહુ જરૂરી છે.

 
વરસાદમાં ખાનપાન સાથે જોડાયેલ આ વાતોને ધ્યાનમાં રાખો...
- આ ઋતુમાં દાળ, શાકભાજી અને ઓછી ચરબીવાળો આહાર લો.
- વરસાદમાં શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે માટે હલકા અને જલ્દી પચે તેવા વ્યંજનો જ લેવા.
- જો તમે ખાવાના શોખીન છો તો ઘરે બનાવીને ભાવતી વસ્તુઓ ખાઓ.
- વરસાદની ઋતુમાં વાતાવરણમાં ઘણો ભેજ રહે છે જેથી તરસ ઓછી લાગે છે. તેમ છતાં પાણી પીઓ.
- આ ઋતુમાં લીંબુનું શરબત પીઓ.
- ફળોને આખા ખાવાને બદલે સલાડના રૂપમાં લો કારણ કે આ ઋતુમાં તેમાં કીડા હોવાની શક્યતા વધુ રહે છે. સલાડ રૂપે કાપીને ખાશો તો ધ્યાન રહેશે કે ફળ અંદરથી ખરાબ છે કે નહીં.
 

કેવું હોવું જોઇએ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર...
- બ્રેકફાસ્ટમાં બ્લેક ટીની સાથે પૌઆ, ઉપમા, ઇડલી, ટોસ્ટ કે પરોઠાં લઇ શકો છો.
- લન્ચમાં તળેલા ભોજનને બદલે દાળ, શાકની સાથે સલાડ અને રોટલી લો.
- ડિનરમાં વેજિટેબ, રોટલી અને શાક લો.
- આ ઋતુમાં ગરમાગરમ સુપ ઘણો લાભદાયક રહેશે.
- દૂધમાં દરરોજ રાતે હળદર નાંખીને પીશો તો પેટ અને ત્વચા બંને સ્વસ્થ રહેશે.
- તળબુચ, મોસંબી, ટેટી, મોસંબી વગેરે ફળોમાંથી પણ તમને જરૂરી પોષક તત્વો મળી શકે છે.

આ ચીજો લેવાની ટાળો -
 
- વરસાદમાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવાની ઇચ્છા થતી હશે. પણ વાત જ્યારે સ્વાસ્થ્યની આવે તો તેનાથી દૂર રહેજો.
- પચવામાં મુશ્કેલ ભોજન અને અડદ, ચોળા જેવી દાળો ઓછી ખાઓ.
- દહીંમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ આ ઋતુમાં ઓછું કરો તો સારું.
- આ ઋતુમાં ફળોના રસનું સેવન સમજી-વિચારીને કરો. વરસાદમાં ફળ પાણીમાં પલળતા રહે છે આનાથી ફળોમાં રસની સરખામણીએ પાણી વધુ હોય છે.
- વરસાદમાં ચારે તરફ હરિયાળી હોવાથી શાકભાજીમાં કીડા-ઇયળો હોવાની આશંકા વધુ રહે છે. આવામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો તો ખાસ ધ્યાન રાખો.
- મેંદાની વસ્તુઓ, આઇસક્રીમ, મીઠાઈ, કેળા, ફણગાવેલા અનાજ પણ ઓછા ખાઓ.
- વરસાદની ઋુતુમાં નાસ્તા અને ઠંડા પાણીનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
- આ ઋુતુમાં માર્ગો પર ગંદકીનો ભંડાર હોય છે માટે રસ્તા પર મળતી વસ્તુઓના સેવનથી બચો.