ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

પંચકર્મ થેરાપીના ફાયદા

N.D
સ્વાસ્થ્ય લાભ લેવા તેમજ સ્વાસ્થ્યની રક્ષા માટે પંચકર્મા ચિકિત્સા પદ્ધતિ પ્રયોગમાં લાવવામાં આવી છે. પંચકર્મ વિધિથી શરીરને ઝહેરીલા તત્વો વડે મુક્ત કરી શકાય છે. આનાથી શરીરની બધી જ શીરાઓની સફાઈ થઈ જાય છે. પંચકર્મ પદ્ધતિ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. સાધારણથી લઈને ગંભીર બિમારીઓમાં પણ આ પદ્ધતિ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થઈ છે.

સ્વાસ્થ્યની રક્ષા માટે મનુષ્યોમાં દિનચર્યા, ઋતુચર્યા અને વેગાવરોધાદિ જેવી અસાધારણ પંચકર્મ પણ કરવામાં આવે છે. પંચકર્મ દ્વારા રસાયણાદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ પણ કરવામાં આવે છે. રસાયણ અને વાજીકરણ આયુર્વેદનું વિશિષ્ટ તંત્ર છે. રસાયણ પ્રાપ્તિ વડે સ્વાસ્થ્ય પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે છે જ્યારે કે વાજીકરણમાં યૌન સંબંધ અને સંતાનોત્પત્તિની શક્તિ વધી જાય છે.

વિશેષ પંચકર્મ થેરાપી

શિરોધારા, વાષ્પસ્વેદ, વમન, વિરેચન, અક્ષિ તર્પણ, લેપ, નસ્ય, સર્વાંગપિંડ સ્વેદ, સર્વાંગ શરીર ધારા, માત્રાવસ્તિ, અનુવશનવસ્તિ, અસ્થાપનવસ્તિ, ઉત્તરવસ્તિ, શિરોવસ્તિ, પુલ્ટિસ.