બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પુરૂષોને વિયાગ્રા દ્વારા સેક્સલાઈફમાં ફાયદો થતો નથી

આરોગ્ય સમાચાર

સેક્સ પાવર વધારનારી વિયાગ્રા કે એના જેવી જ બીજી દવાઓ પુરૂષોને કોઈ વિશેષ ફાયદો નથી કરતી અને સાથી સાથે તેમના સંબંધોમાં કોઈ ફેરફાર પણ નથી થતો. આ વાતનો ખુલાસો એક રિસર્ચ દ્વારા થયો છે.

વિયાગ્રાથી પુરૂષોની જીંદગીમાં આવેલ ફેરફારોને જાણવા માટે વૈજ્ઞાનિકોએ 40 ક્લીનિકલ ટ્રાયલ કર્યા, શોઘમાં જોડાયેલ પ્રતિભાગીઓએ વિયાગ્રા લેતા પહેલા જણાવ્યુ કે પાર્ટનર સસથે તેમનો સંબંધો સારો છે, પણ તેમણે સેક્શુઅલ સંતુષ્ટિ નથી મળી શકી. તેમાથી મોટાભાગના પુરૂષ ટેંશનગ્રસ્ત પણ હતા. પણ ટ્રાયલના અંતમા શોઘકર્તાઓએ જાણ્યુ કે વિયાગ્રા લેવા છતા પણ હરીફોની સેક્સ લાઈફ અને સાથી સાથેના તેમના સંબંધોમાં કોઈ ફેરફાર નથી આવ્યો.

નિષ્ણાંતોનુ કહેવુ છે કે દવાથી શારીરિક મુશ્કેલીઓ તો દૂર થઈ જાય છે,પણ મનોવૈજ્ઞાનિક અવરોધો કાયમ રહે છે. યૂનિવર્સિટી ઓફ મેરીલૈડ મેડિકલ સેંટરના ડોક્ટર એંડ્યૂ કૈમર કહે છે, 'ખુશીઓ ખૂબ જ જટિલ છે, મોટાભાગના કપલ્સને સેક્સ થેરેપીની જરૂર છે.'

રિસર્ચ પેપર મુજબ શારીરિક નબળાઈ કે નપુસંકત કે નકારાત્મક પ્રભાવ સેક્સ ન કરી શકવાની નિષ્ફળતાથી અનેકગણી વધુ પુરૂષોને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક રૂપે વધુ પરેશાન કરે છે. આવામાં જે સારવાર શારીરિક અને મનોવૈજ્ઞાનિક બાજુઓને સ્પર્શે એ જ પુરૂષો માટે યોગ્ય છે.

 
P.R


જો કે 60 વર્ષની વયના લગભગ 65 ટકા પુરૂષ નપુંસકતાનો શિકાર થઈ જાય છે, નએ 40ની વય સુધી આવતા સુધી 40 ટકા પુરૂષ આ સમસ્યાનો સામનો કરે છે.

સ્પાયર લિવરપુલ હોસ્પિટલમાં સેક્શુઅલ હેલ્થ વિશેષજ્ઞ ડોક્ટર અરુણ ઘોષ કહે છે, 'મોટાભાગના પુરૂષ 40 વર્ષના થતા અને પેટની આજુબાજુ ચરબીને કારણે ટેસ્ટાસ્ટરોન ડિફિશંસી સિંડ્રોમનો શિકાર થવા માંડે છે. જેનાથી ટેસ્ટાસ્ટરોન લેવલ ડાઉન થાય છે. પરિણામસ્વરૂપ સેક્સ પ્રત્યે ઈચ્છા ખતમ થવા માંડે છે. જ્યારે તમે 40ના થઈ જાવ અને તમને આવા લક્ષણ દેખાય તો તમારે તમારા લોહીની તપાસ કરાવી યોગ્ય રહેશે.'

ડોક્ટર ઘોષના મુજબ સેક્સની ઈચ્છા ખતમ થવાનુ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. તેમણે કહ્યુ, 'જો તમને એક વાર પણ આ મુશ્કેલીનો સામનો કર્યો છે તો તમે હંમેશા આ વાતને લઈને પરેશાન રહો છો કે ક્યાક ફરીવાર આવુ ન થઈ જાય, તેથી એ જરૂરી છે કે પુરૂષોનો મનોવૈજ્ઞાનિક રૂપે ઈલાજ કરવામાં આવે અને તેમને સેક્શુઅલ કાઉંસલિંગ કે થેરેપી પણ આપવામાં આવે.'