શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

યુવા દેખાવવુ હોય તો પૌષ્ટિક ખોરાક લો

N.D
ડાયેટિંગ કરીને સુંદર દેખાવવાની શોખીન છોકરીઓ આ સમાચાર જરા ધ્યાનથી વાંચે. જો હકીકતમાં તમારી વય કરતા તમારે દસ ગણુ ઓછી વયના દેખાવવુ હોય તો ડાયેટિંગ છોડીને જમવાનુ શરૂ કરી દો. કારણ કે સારુ જમવાનુ જ સ્માર્ટ લુક અને ઓછી વયના દેખાવવાનો સૌથી યોગ્ય નુસ્ખો છે.

જી, હા બ્રિટનના એક જાણીતા ન્યુટ્રીશનિસ્ટ પૈટ્રિક હોલફોર્ડે દાવો કર્યો છે કે સારો ખોરાક લેવાથી માણસ પોતાની વય કરતા દસ ગણો ઓછો દેખાય પણ છે અને તે એવુ જ વિચારે પણ છે.

હોલફોર્ડના કહેવા મુજબ ચહેરા પર આવનારી કરચલીઓ યાદગીરીમાં કમીના રૂપમાં વય વધવાની સંપૂર્ણ પ્રક્રિયા 'ઓક્સીડેશન' એટલે કે અવકરણ પર નિર્ભર કરે છે. આ પ્રક્રિયામાં શરીરનુ રોમ-રોમ ડીએનએની ચાદર ઓઢવાની શરૂ કરી દે છે.

N.D
'ધ ટાઈમ્સ' છાપાં એ હોલફોર્ડના હવાલાથી લખ્યુ છે કે એંટી ઓક્સીડેંટથી ભરપૂર ખાવાનુ ખાવાથી શરીરના દરેક સિસ્ટમમાં વય વધવાની ગતિ પર બ્રેક લાગે છે. હોલફોર્ડ કહે છે 'અમેરિકી સરકારે એંટી-એજિંગ રિસર્ચ ડિપાર્ટમેંટની તરફથી કરવામાં આવેલ અભ્યાસમાં બતાવવામાં આવ્યુ છે કે તમારા શરીરમા હાજર એંટી-ઓક્સીડેટ્સના સરેરાશમાં જ તમારુ વય નક્કી થાય છે.

હોલફોર્ડના મુજબ, લોકોને એક દિવસમાં ઓછામાં ઓછા પાંચ પ્રકારના ફળ અને શાકભાજી ખાવાની જરૂર છે. પરંતુ, કેંસર કે કોઈ અન્ય બીમારીથી બચવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 8-10 પ્રકારના ફળ કે શાકભાજી ખાવાની સલાહ આપી છે.