શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (12:11 IST)

સતત ટેન્શન અને સ્ટ્રેસ

કોઇપણ એક વ્યક્તિ સ્ટ્રેસમાં હોય તો તેની નજીકની વ્યક્તિઓને એ સ્ટ્રેસ ચોકક્સ અસર કરે છે. જેમકે મોટાભાગના પતિઓને ઓફિસની કે બિઝનેસની વાતો કે ટેન્શન ઘરે લાવવાની મનાઇ હોય છે એની પાછળનું એક કારણ એ છે કે ઘરનો મુખ્ય માણસ જો સતત ટેન્શન અને સ્ટ્રેસની વાતો કરે તો ઘરનો હળવો માહોલ તંગ થઇ જાય છે. આપણી નજીકની કોઇ પણ વ્યક્તિ જો ખૂબ તાણમાં હોય જેને કારણે તે બરાબર વાત ન કરે, ચિડાઇ જાય, ગુસ્સે થઇ જાય, બરાબર ખાય-પીએ નહીં તો એની અસર આપણા પર ચોક્કસ થવાની જ છે, પરંતુ શું કોઇ અજાણ્યા માણસનું સ્ટ્રેસ પણ આપણને અસર કરે છે? તાજેતરમાં સેન્ટ લુઇસ યુનિવર્સિટીના સંશોધકોએ સાબિત કર્યુ છે કે શરદીની જેમ સ્ટ્રેસ પણ ચેપી બીમારી છે. તેમનું કહેવાનું હતું કે, જો એક વ્યક્તિ સ્ટ્રેસમાં હોય તો બીજી વ્યક્તિને એ સ્ટ્રેસનો ચેપ લાગી શકે છે. એટલે કે એ સ્ટ્રેસની અસર બીજી વ્યક્તિઓને પણ થાય છે. સૌથી નવાઇની વાત તો એ છે કે ફક્ત પોતાની અંગત વ્યક્તિઓનું જ નહીં, અજાણી વ્યક્તિઓનું સ્ટ્રેસ પણ ચેપરૂપે લાગી શકે છે.