શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

સ્ત્રીઓ માટે ફાયદાકારી છે સીમેન(વીર્ય)

P.R
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સીમેન(વીર્ય)માં એન્ટી-ડિપ્રેસેન્ટ અને મૂડને સારો રાખનારા કેમિકલ્સ હોય છે જે સારી ઊંઘમાં પણ મદદરૂપ છે. ન્યૂયોર્કની એક યુનિવર્સિટીની મહિલાઓની સેક્સ લાઇફ અને મેન્ટલ હેલ્થ પર એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં 293 મહિલાઓને સામેલ કરવામાં આવી.

પરિણામો અનુસાર અનપ્રોટેક્ટેડ સેક્સ કરનારી મહિલાઓનું ડિપ્રેશન ઓછું થાય છે. સીમેનમાં રહેલા અન્ય કેમિકલ્સ જેવા કે એસ્ટ્રોજન અને ઓક્સિટોસિન પરસ્પર પ્રેમ વધારવામાં પણ સહાયક હોય છે.

સર્વેમાં ભાગ લેનારી મહિલાઓએ 'બેક ડિપ્રેશન ઇવેન્ટરી' પણ પૂર્ણ કરી, જે ડિપ્રેશનના લક્ષણો વિષે જાણકારી મેળવવાનું પ્રચલિત માધ્યમ છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોન્ડોમ વાપરનારી મહિલાઓ ડિપ્રેશનનો શિકાર નથી બનતી. આનું કારણ એ છે સીમેનના કેમિકલ્સ જે સ્ત્રીઓને શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રહેવામાં મદદરૂપ સાબિત થાય છે.