શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સ્વસ્થ અને સ્લિમ રહેવાના ઉપાય

તમે તમારા શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે સ્લિમ પણ રાખી શકો છો, એ માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ થોડોક ફેરફાર કરવાથી તમે સ્લિમ કાયાની સાથે સ્વસ્થ પણ રહેશો. જેમ કે એક ગ્લાસ વધુ પાણી પીવુ, ખાવામાં સલાડ અને ફળોની માત્રા વધારવી, કોઈ એક સાંજે ટીવી જોવાનો સમય ઓછો કરીને ફરવા જવુ કે પછી રમવા જેવા ઉપાયોથી પણ આપણે આપણા સ્વાસ્થ્ય અને ફિટનેસનુ ધ્યાન રાખી શકીએ છીએ. 

જીવનમાં થોડી વધુ સક્રિયતા વધારીને આપણે ડાયાબીટિશ, હાઈ બીપી, હૃદયરોગની સાથે વધતી વયમાં શરીરના સાંધાનુ પણ ધ્યાન રાખી શકીએ છીએ. જેનાથી ઓસ્ટિયોપોરોસિસ અને હાંડકુ ભાંગવાનો ભય પણ નહી રહે. એક શોધ મુજબ 10 ટકા વજન ઓછુ કરીને જાડા લોકો હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ ઓછુ કરીને લાંબી આયુ મેળવી શકે છે. 

અપનાવો આ નાના ઉપાયો 

અઠવાડિયામાં એક વાર ટીવી જોવાને બદલે કુંટુંબના સભ્યો સાથે થોડુ રમો અથવા થોડુ ફરો. 
એવા કામ કરો જેમા ચાલવુ પડે. રોજ ફરવા ઉપરાંત જો તમારી પાસે પાળેલુ કૂતરુ હોય તો તેની સાથે એક લાંબો ચક્કર વધુ લગાવી શકો છો. 
કેટલાક કામ કરો, જેમ કે ફર્નીચર સાફ કરવુ. વધુ ભારે કામ કરવાની જરૂર નથી, બસ એટલુ જ જેમા તમે થોડા વધુ ચાલો, થોડા વધુ સક્રિય રહો. 
જ્યારે ફોન પર વાત કરો ત્યારે બેસીને વાત કરવાને બદલે હરતા-ફરતા વાત કરો. 
આખા દિવસ દરમિયાન તમે કરેલી શારીરિક ક્રિયાનુ લિસ્ટ બનાવો. જેમા તમને લાગે કે તમે દિવસભરનો મોટાભાગનો સમય બેસીને ખર્ચ કરો છો તો પછી એવા કામોનુ લિસ્ટ બનાવો જેમા તમે વધુ સક્રિય રહી શકો, અને બીજા દિવસથી જ એ કાર્યોને પોતાની દિનચર્યા સાથે જોડી લો.