શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2015 (09:20 IST)

હાર્ટ એટેક... ઘરેથી હોસ્પિટલે પહોંચતા સુધી શું કરવું ?

હૃદય રોગના હમલાના સંજોગોમાં દર્દીને તાત્કાલીક આઇસીયુ હોસ્પિટલ પહોંચતા સુધી બેઝિક લાઇફ સપોર્ટ માટે ત્વરીત સારવાર મહત્વની રહે છે. વિદેશોમાં તો આ બાબતે આમ જનતા માટે ખાસ તાલીમ વર્ગો રાખવામાં આવતા હોય છે. આપણે ત્યાં હજી આવા વર્ગો યોજાતા નથી. પરંતુ હૃદયરોગના હમલાના સંજોગામાં દર્દીને હોસ્પિટલે પહોંચાડીએ ત્યાર સુધીમાં ‘સરબિટલ’ નામની ઝીણી ટેબલેટ દર્દીને જીભની નીચે રાખીને હૃદયપરનું લોહીનું દબાણ ઘટાડીને હોસ્પિટલ સુધી ભય વિના પહોંચાડી શકાય. આ ઉપરાંત બ્લડપ્રેશર ધીમું થયું હોય તો આપ્તજને બે હાથની હથેળી ઉપર નીચે રાખી દર્દીની છાતીની વચ્ચે હળવું કંપ્રેશન આપવું, આમ પંદરેક વખત કરવાથી પણ દર્દીના ફેફસા અને હૃદય ચાલુ રાખી શકાય છે.