ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હાસ્ય ચિકિત્સા પદ્ધતિ

N.D
આ દોડધામ ભર્યા યુગમાં મનુષ્ય સવારથી સાંજ સુધી ચિંતા અને તણાવમાં રહે છે. આ ચિંતાને લીધે શારીરિક અને માનસિક બિમારીઓ થઈ જાય છે. વળી આજે મનુષ્યનું અહમ પણ વધી ગયું છે, તેની જરૂરીયાતો પણ વધી ગઈ છે. જ્યારે આવશ્યકતાઓ પુર્ણ નથી થતી અને અહમને ઠેસ પહોચે છે ત્યારે તે ખુબ જ ક્રોધિત થાય છે.

ક્રોધની માત્રાને અનુસાર જ તેની અસર રહે છે- 4 કલાક, 8 કલાક, 12 કલાક. આવામાં થોડીક યૌગીક ક્રિયાઓ મન પર કાબુ મેળવવામાં મદદરૂપ થાય છે.

જેવી રીતે કે- આસન, પ્રાણાયમ, ધ્યાન, ડીપ બ્રિધીંગ, યોગ નિંદ્રા, સવાસન, હાસ્ય યોગ વગેરે. આમાંથી હાસ્ય યોગ એક સરળ અને સહજ પ્રક્રિયા છે. આને માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ એક વખત દિલ ખોલીને હસવું જોઈએ. પહેલાંના જમાનામાં રાજા-મહારાજાઓના દરબારમાં પણ વિદુષક અને બહેરૂપિયા રૂપ બદલીને લોકોને જોક્સ સંભળાવતા હતાં અને તેમનું મનોરંજન કરતાં હતાં. આજકાલ મહાનગરોમાં હાસ્ય ક્લબ શરૂ થઈ ગઈ છે. યોગ સેટર્સ પર પણ હાસ્ય ક્રિયાઓ કરાવવામાં આવે છે.

હસવાથી આંતરિક ભાગોની ચહેરાની માંસપેશીઓને ખુબ જ લાભ થાય છે. આનાથી લેક્ટિવ એસિડ (દૂષિત પદાર્થ) બહાર નીકળી જાય છે. મસ્તિષ્કની અલ્ફા વેન એક્ટિવ હોય છે તેમજ બીટા વેન ડાઉન હોય છે જેનાથી આનંદની અનુભૂતિ થાય છે. પિટ્યુટરી ગ્લેડ્સ, એડ્રીનલ ગ્લેડ્સ પ્રભાવિત થાય છે જેનાથી ભય, તણાવ અને ચિંતા દૂર થઈ જાય છે. સમુહમાં હસવાથી ઘણૉ લાભ થાય છે. તેના વિચારોની શ્રૃંખલા તુટી જાય છે. એકાગ્રતા આવે છે. મન-મસ્તિષ્ક ખાલી અને એકદમ હળવું થઈ જાય છે.

હાસ્ય વડે બિમારોની સારવાર પણ સરળ બની જાય છે. બિમારીથી ઝડપથી રાહત મળી જાય છે. જેમનું મન, મસ્તિષ્ક જેટલું પ્રફુલ્લિત રહે છે તેમનો એટલો ઝડપથી આરામ મળે છે.