શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હૃદયરોગથી પીડિત લોકો માટે પણ હવે સેક્સ સુરક્ષિત

P.R
હૃદયરોગના હુમલાનો સામનો કરી ચૂકેલા લોકોમાંથી મોટાભાગના લોકો ફરીથી શારીરિક સંબંધ બાંધી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશને નવા દિશાનિર્દેશકો જારી કરતા આ ખુલાસો કર્યો છે.

અમેરિકાના અગ્રણી ડૉક્ટરોના સંગઠને કહ્યું છે કે જો તમે પગપાળા ચાલીને અથવા તો સીડીઓ ચઢ્યા બાદ છાતીમાં દર્દનો અનુભવ નથી કરતા અને હાંફતા નથી તો તમારા માટે સેક્સ સુરક્ષિત છે.

અલબત તેમણે મત આપ્યો છે કે હૃદયરોગના તમામ દર્દીઓએ ફરીથી શારીરિક સંબંધ બાંધતા પહેલા પોતાના ડૉક્ટરોનો મત લઇ લેવો જોઇએ.

હેલ્થ.કોમે હ્યુસ્ટનમાં બેલર કોલેજ ઓફ મેડિસિનના ગ્લેન એન લેવિનના હવાલેથી કહ્યું છે કે એ જોવા મળ્યું છે કે હૃદયની બીમારીની જાણ થતા અથવા તો ઇલાજ કરાવી ચૂકેલા દર્દીઓ અને તેમના પાર્ટનર હંમેશા ફરીથી શારીરિક સંબંધ બાંધવાને લઇને પરેશાન રહે છે. ક્યારેક તો દર્દીઓના પાર્ટનર વધુ પરેશાન દેખાય છે.

હૃદયરોગના હુમલામાં શારીરિક ગતિવિધિઓને કારણે થતા હુમલા માત્ર એક ટકા કરતા પણ ઓછા હોય છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેમનામાં તો આ સંભાવના ઘણી ઓછી હોય છે. લેવિન અનુસાર મોટાભાગના હૃદયરોગ નિષ્ણાત પોતાના દર્દીઓ સાથે આ વિષયની ચર્ચા નથી કરતા અને તેમની ગભરામણ અને ડિપ્રેશન વિષે બહુ ઓછું પૂછે છે.