શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : શુ આપ ભોજન ચાવો છો ?

P.R
ગત દિવસોમાં થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે ઓવરવેટ લોકો સ્લિમ લોકોની સરખામણીએ બહુ ઉતાવળમાં ખાવાનું ખાય છે. એટલું જ નહીં, પુરુષો મહિલાઓની સરખામણીએ વધારે ઝડપથી ખાતા હોય છે. પણ જણાવી દઇએ કે દરેક કોળિયો ચાવી-ચાવીને ખાવામાં અનેક ફાયદા રહેલા છે. ભોજન ચાવીને ખાવાથી આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ.

માઇન્ડફુલ મેડિટેશન : એક્સપર્ટ્સનું કહેવું છે કે ધીમે-ધીમે ખાવું એ માઇન્ડફુલ મેડિટેશન છે. આનાથી આપણું માઇન્ડ, બોડી અને આત્મા ત્રણેયને ફાયદો થાય છે. સવાર-સવારમાં આપણે જ્યારે બ્રેકફાસ્ટ કરતા હોઇએ ત્યારે આપણું મગજ સ્ટોક માર્કેટ અપડેટ, ન્યૂઝપેપર હેડલાઇન્સ કે ટીવીમાં લાગેલું હોય છે. વાસ્તવમાં આપણે આવું કરીને પૂરી રીતે બ્રેકફાસ્ટ એન્જોય નથી કરતા. એટલું જ નહીં, લંચ પણ ક્યારેક ક્યારેક ઓફિસમાં આપણા ડેસ્ક પર કરી લેતા હોઇએ છીએ. તો વળી ક્યારેક જમતી વખતે મોબાઇલ પર ચોંટેલા હોઇએ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ખાતી વખતે આપણા મગજમાં કંઇક ને કંઇક ચાલુ રહેતું હોય છે. અને પાછળથી આપણે ભોજન પચાવવા માટે દવાઓ લઇએ છીએ. ગેસ, અપચો, કબજિયાત, ડાયેરિયા આ બધા આ રીતે તે ખાવાના જ પરિણામો છે. માટે જ ભોજન ખાતી વખતે આપણું મગજ તેમાં જ ઇન્વોલ્વ રહેલું હોવું જોઇએ.

સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે : જ્યારે તમે ધીમે-ધીમે ખાવ છો ત્યારે તમારી હેક્ટિક લાઇફસ્ટાઇલમાંથી તમારા મગજને બ્રેક મળે છે. આ પ્રકારે આપણે ભોજન પર ધ્યાન રાખી શકીશું અને આમ કરવાથી આપણું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થાય છે. આ સિવાય, અભ્યાસ જણાવે છે કે જો તમે ભોજનને ચાવી-ચાવીને ખાશો તો વર્ષ દરમિયાન 20 પાઉન્ડ વજન ઓછું કરી શકશો. આનું એ કારણ છે કે આપણા મગજને એ રજિસ્ટર કરવામાં 20 મિનિટ લાગે છે કે આપણું પેટ ભરાઇ ગયું છે. આવામાં જો આપણે ધીમે ધીમે ખાઇશું તો ઓછી કેલરી લઇશું.

વેસ્ટ લાઇન વધશે નહીં : પાચનશક્તિની શરૂઆત આપણા મગજમાં થાય છે તે સાચું છે. ડોક્ટરના કહેવા અનુસાર જ્યારે તમે ચાવી ચાવીને ખાવ છો ત્યારે મગજ સંતુષ્ટ થઇ ગયા બાદ તમે વધારે નથી ખાતા. જેના કારણે તમારી વેસ્ટ લાઇન પણ વધતી નથી.

નેચરલ ફૂડ્સ : ચાવીને ખાવાનો એક ખાસ ફાયદો એ પણ છે કે તમે નેચરલ ફૂડ તરફ વળો. ડોક્ટર જણાવે છે કે જ્યારે તમે ચાવીને ખાવ છો ત્યારે તમને નેચરલ ફૂડમાં વધુ ટેસ્ટ મળે છે. આનું કારણ એ છે કે ફેક્ટરીમાં બનેલા ફૂડ એ રીતે તૈયાર કરવામાં આવ્યા હોય છે જેથી તેના પહેલા ત્રણ-ચાર બાઇટ ટેસ્ટી લાગે. ચાવીને ખાધા બાદ તમને બર્ગર, પિઝા જેવા ફાસ્ટ ફૂડમાં કોઇ ખાસ ટેસ્ટ નહીં લાગે. તમે જો ધીરે ધીરે ચાવીને ખાશો તો તમને આ પ્રોસેસ્ટ ફૂડનો ટેસ્ટ પસંદ નહીં પડે. જ્યારે ફ્રુટ્સ, નટ્સ અને વેજિટેબલ્સ જેવા નેચરલ ફૂડ્સ તમે ગમે તેટલા ચાવશો તો પણ તમને તે ટેસ્ટી જ લાગશે.

ધીમે ધીમે ખાવાનો એક ફાયદ એ પણ છે કે તમે વધુ સોશિયલ બનો છો. જ્યારે તમે ડિનર ટેબલ પર ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વધુ સમય ગાળશો ત્યારે સ્વાભાવિક રીતે તમારી રિલેશનશિપ પર પણ હકારાત્મક અસર પડશે. એટલું જ નહીં, નિષ્ણાતોનું માનીએ તો ચાવીને ખાવાનો સંબંધ તમારા ગુસ્સા સાથે પણ છે. જો તમે આરામથી તમારું ભોજન એન્જોય કરતા કરતા લેશો તો નાની-નાની બાબતો પર તમારું ચિડાવાનું કે ગુસ્સો કરવાનું ઓછું થઇ જશે.

પેટ પર થોડી દયા : જ્યારે તમે ઉતાવળે 5 મિનિટમાં ખાવાનું ગળાની નીચે ઉતારી દો છો ત્યારે તમને તે ભોજન પચવામાં મુશ્કેલી નડે છે. પણ જ્યારે એટલું જ ભોજન 20 મિનિટમાં ખાવ છો ત્યારે તમે તમારા પેટ પર મહેરબાની કરો છો. નિષ્ણાતોનું માનીએ તો જ્યારે તમે સ્લો ઇટિંગ પ્રોસેસમાંથી પસાર થાવ છો ત્યારે તમારા પેટને ફૂડ પર વર્ક કરવાનો વધુ સમય આપો છો. જ્યારે તમે ભોજનને યોગ્ય રીતે ચાવીને પેટમાં પહોંચાડશો ત્યારે પેટની જવાબદારી થોડી ઓછી થઇ જશે. જો તમે પણ આ રીતે ભોજન આરોગશો તો પેટને લગતી અનેક પરેશાનીઓ આપોઆપ ઓછી થઇ જશે.

આ પણ ધ્યાનમાં રાખો ....
- ભોજનનો દરેક કોળિયો 35થી 50વાર ચાવીને ખાવો જોઇએ. સામાન્ય રીતે આપણે એક બાઇટને 10વાર ચાવતા હોઇએ છીએ.
- લંચ કે ડિનરમાં થોડા રૉ વેજિટેબલ્સ સામેલ કરો આનાથી ચાવવાની આદત વિકસશે.