શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ પ્લસ - પપૈયુ હાર્ટ એટેક અને ડાયાબિટિશમાં લાભકારી

આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી ગણાતા પપૈયાના ફળનું મહત્વ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. જીવલેણ બીમારીઓને રોકવામાં પણ આ ફળ ખૂબ જ ઉપયોગી છે. પપૈયુ હાર્ટ એટેકના ખતરાને રોકવામાં તથા ડાયાબિટીશને અંકુશમાં લેવામાં મદદરૂપ બની શકે છે તેવુ તારણ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આપવામાં આવ્યુ છે. યુનિવર્સિટીની ઓફ કરાંચીના વિદ્યાર્થીઓની એક ટીમે પપૈયા ફળ સાથે સંકળાયેલા આરોગ્યના લાભની ચકાસણી કરી લીધી છે અને આ ફળની કેટલીક વાસ્તવિકતાઓ શોધી કાઢી છે. આમા જણાવાયુ છે કે તેના વધારે ઉપયોગથી હાર્ટ એટેકના ખતરાને ટાળી શકાય છે.

બીએસ એગ્રીકલ્ચર એંડ એગ્રી બિઝનેસ ડિપાર્ટમેંટના અંતિમ વર્ષના વિદ્યાથીઓની એક ટીમ પપૈયાના બીયાના શ્રેણીબદ્ધ લાભ પણ શોધી કાડ્યા છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પપૈયાના જ્યુસથી પણ ફાયદો થાય છે. આનાથી નિષ્ક્રીય બનવાથી કિડનીને રક્ષણ મળે છે. પપૈયામાં રહેલા બીયા ખૂબ જ ઉપયોગી બને છે. આ બિયામાં ફેનોટીક નામના તત્વો હોય છે. આ ઉપરાંત્ર ફ્લેવોનોઈડ્સ નામના તત્વો હોય છે. આવા રોગના કીટાણુઓથી રક્ષણ ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત પપૈયાના બીયા ઘણા બધા ઈંફેક્શનથી પણ બચાવે છે. આંતરડામાં રહેલા જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પપૈયુ ખૂબ જ ઉપયોગી ફળ તરીકે છે. આ અભ્યાસમાં જણાવાયુ છે કે નાયજીરિયામાં સાત દિવસમાં પપૈયાના બીયા સાથે સંબંધિત રસના ઉપયોગથી જંતુઓને નષ્ટ કરવામાં મદદ મળી છે.