શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કુઆલાલ્મપુર , સોમવાર, 21 એપ્રિલ 2014 (11:41 IST)

મલેશિયા એયરલાઈંસ વિમાનનું ટાયર ફાટ્યુ, સુરક્ષિત લેંડિંગ

ઓસ્ટ્રેલિયાના તટિય વિસ્તારમાં મલેશિયા એયરલાઈંસનું ગાયબ થયેલ વિમાનની શોધ હજુ ચલૌ છે પણ આ દરમિયાન ભારત જઈ રહેલ આ જ એયરલાઈંસનુ એક અન્ય વિમાન ઉડાન ભરતી વખતે એક ટાયર ફાટવાને કારણે આજે વહેલી સવારે તાત્કાલિન રૂપે ઉતારવુ પડ્યુ. બેંગલુરુ માટે વિમાનના ઉડાન ભરવાના ચાર કલાક પછી લગભગ રાત્રે 2 વાગ્યે વિમાન મુસાફરો સુરક્ષિત પરત કુઆલાલંપુર હવાઈ મથક પર પહોંચ્યા. વિમાનમાં 159 મુસાફરો અને ચાલક દળના સાત સભ્યો સવાર હતા. 
 
આ ટેકનીકલ ખામીની બાબતમાં જાણ થયા પછી ભારતીય મુસાફરોના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ફ્લાઈટ MH 192 મોડી રાતે 1:56 વાગ્યે કુઆલાલમ્પુરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું, ત્યારે જઈને ભારતીય યાત્રીઓના પરિવારના લોકોને રાહત થઈ હતી. આ ઉડાન રાતે 11.45 વાગ્યે બેંગ્લોર પહોંચી હતી. મલેશિયા એરલાઈન્સના તરફથી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ એમ એચ 192 1:56 વાગ્યે સુરક્ષિત લેન્ડ કરવામાં આવ્યું