શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , રવિવાર, 8 ફેબ્રુઆરી 2009 (11:22 IST)

રશિયા સાથે મિત્રતા કરવાની તક: બાઈડેન

અમેરિકાએ ગઈ કાલે રશિયાની સામે ફરીથી મિત્રતાનો હાથ લંબાવતાં અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનને હાર આપવા માટે મદદની માંગણી કરી હતી.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેને સુરક્ષા નીતિ પર મ્યુનિક સમ્મેલનમાં કહ્યું કે આ એવો સમય છે કે અમેરિકા ફરીથી રશિયાની સામે મિત્રતા માટે હાથ લંબાવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે અમેરિકા આ ધારણાને નકારે છે કે નાટોનો ફાયદો રશિયાનું નુકશાન છે કે રશિયાની મજબુતિ નાટોની નબળાઈ છે.