શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: વોશિગટન. , શનિવાર, 22 નવેમ્બર 2008 (08:56 IST)

હિલેરી ક્લિંટન બનશે અમેરિકાના વિદેશમંત્રી

અમેરિકાના ન્યૂયોર્કની સેનેટર ક્લિંટને વિદેશમંત્રી બનવાનો પ્રસ્તાવ આખરે સ્વીકારી લીધો છે. આ પ્રસ્તાવ તેમના પૂર્વ પ્રતિસ્પર્ધી અને નવનિયુક્ત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની સામે મૂક્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સની એક વેબસાઈટ પરથી આ બાતમીને સાર્વજનિક પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં હિલેરી ક્લિંટને જણાવ્યુ હતું કે મે આ પ્રસ્તાવ સ્વીકારવાનો નિર્ણય ઓબામાં સાથેની મુલાકાતમાં તેમની વિદેશ નીતિઓ અને નવી કાર્યપદ્ધતિ પર ચર્ચા કર્યા પછી જ લીધો છે.

હિલેરીએ કહ્યુ કે તેઓ આ નવિન કાર્ય કરવા માટે તૈયાર છે, અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શિકાગોમાં યોજાયેલી બેઠકમાં ઓબામ અને હિલેરી વચ્ચે વિદેશમંત્રાલયની જવાબદારી તેમને સોપવા ઉપર બંને વચ્ચે ખાસી લાંચી ચર્ચા વિચારણા થઈ હતી.