મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: દુબઈ , સોમવાર, 19 જાન્યુઆરી 2009 (15:54 IST)

મુસલમાનોએ ફતવો માનવો જરૂરી નથી

પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન શેખ સલમાન અલઉદેએ જણાવ્યું છે કે મુસ્લિમ સમાજ માટે ફતવો જ એકમાત્ર દિશાદર્શક નથી. પણ મીડિયા તથા સંસ્કૃતિ જેવા અન્ય કારણો પણ તેના કાર્યોની તેની પર ઉંડી છાપ હોવી જોઈએ.

અલઉદેએ મક્કામાં ફતવા પર પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનાં પ્રસંગે અરબ ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજનાં વ્યવસ્થિત વિકાસ માટે ફતવાનો વિદ્વાનો, રાજનીતિ અને મીડિયા સાથે મળીને તાલમેલ બનાવીને કામ કરવું જોઈએ.
મુસ્લિમ વર્લ્ડ લીગનાં ફીધ અકાદમી દ્વારા આયોજીત આ સંમેલનમાં દુનિયાભરનાં 170 વિદ્વાનો હાજર રહ્યાં હતા.

તેમણે જણાવ્યું હતું કે બૌદ્વિક વિમર્શ, પરસ્પર વિચાર વિમર્શ દ્વારા દરેક નવા મુદ્દે એકીકૃત ઈસ્લામિક દ્રષ્ટિકોણ સુધી પહોચી શકીએ છીએ. બધા સહભાગીઓનું માનવું હતું કે ફતવો જાહેર કરવો વિદ્વાનોનો ઈસ્લામિક કર્તવ્ય છે. પણ ઈસ્લામનાં ઉદાર તત્ત્વને ધ્યાનમાં રાખીને ફતવો જાહેર કરવો જોઈએ.