શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: સંયુક્ત રાષ્ટ્ર , મંગળવાર, 29 સપ્ટેમ્બર 2009 (13:13 IST)

બાન દ્વારા સૂચિની મુક્તિની માગણી

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ બાન કી મૂને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉદ્દઘાટન સત્રમાં શામેલ થવા માટે આવેલા મ્યાનમારના વડાપ્રધાન થિન સિએનથી મુલાકાત કરીને લોકતંત્રની પક્ષઘર મ્યાનમાર નેતા આંગ સાન સૂ ચી ની મુક્તિની માગણી કરી.

બાનની પ્રવક્તા માઈકલ મોંટાસે જણાવ્યું કે, બાને સ્પષ્ટ કર્યુ છે કે, આ સરકારનું દાયિત્વ છે કે, તે ચૂંટણીની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે આવશ્યક માહોલ તૈયાર કરે. સાથોસાથ બાને સિએનથી આંગ સાન સૂ ચે અને એ તમામ રાજનીતિક બંદીઓને મુક્ત કરવા સિવાય તમામ પક્ષોથી વાતચીત કરવાનું કહ્યું.

મોંટાસે જણાવ્યું કે, બાને આશા વ્યક્ત કરી છે કે, મ્યાનમાર ઉચિત સમયે તેના પ્રસ્તાવ પર અમલ કરશે જે બાને પોતાની મ્યાનમાર યાત્રા દરમિયાન વરિષ્ઠ નેતાઓને સોંપ્યો હતો.