ન્યૂયોર્ક : ચેલ્સી એરિયામાં કચરાપેટીમાં ભયંકર વિસ્ફોટ, 29 ઘાયલ
:શહેરના મેનહટન વિસ્તારમાં આવેલા ચેલ્સી એરિયામાં કચરાપેટીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે 29 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અને ફાયર ફાયટર્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્યાલયથી વિસ્ફોટનું સ્થળ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે.
ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે, "સાંજે સાડા આઠ વાગ્યા આજુબાજુ વિસ્ફોટ થયો હતો. પોલીસે વળતી કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મળતા જાણ કરવામાં આવશે." પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો તથા આજુબાજુના રેસ્ટોરન્ટ્સ તથા કોફી શોપ્સને ખાલી કરાવ્યા હતા