શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી , શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (15:25 IST)

21 જૂન વર્લ્ડ યોગા ડે

દુનિયા હવે 21 જૂનનો દિવસ વર્લ્ડ યોગા ડે તરીકે મનાવશે. યુનાઈટેડ નેશનસની માહસમિતિએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગા એટલે કે વર્લ્ર્ડ યોગા ડે તરીકે ઉજવવાના ભારતની આગેવાની હેઠળના પ્રસ્તાવમે આજે પાસ કરી દીધો છે. પ્રસ્તાવ પસાર કરતા યુએનમાં જણાવયું હતું કે યોગ એ માનવીને આરોગ્ય પ્રદાન કરવા અને તેની સુખકારી માટેની એક પવિત્ર વિદ્યા છે. 
 
યુએણ ખાતેના ભારતીય રાજદૂત અશોક મુખરજીએ ઈંટરનેશનલ ડે ઓફ યોગા પ્રસ્તાવ આજે રજૂ કર્યો હતો. અને 175 દેશોએ સહ-સ્પોનસર્સ તરીકે જોડાઈને તેને ટેકો આપ્યો હતો. યુએનની મહાસમિતિમાં આ પહેલાં આટલી મોટી સંખ્યામાં કોઈ પ્રસ્તાવ કે ઠરાવ પાસ થયો નથી. 
 
યુએન મહાસમિતિમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ પ્રસ્તાવ રજૂ થયાના 90 દિવસમાં પસાર થયો હોય. યોગની બાબતમાં ભારતે મેળવેલી આ સફળતા દેશ માટે મોટી સિદ્ધિ ગણાય છે. 
 
193 સભ્યોની મહાસમિતિએ ગલોબલ હેલ્થ એંડ ફોરેન પોલીસી એજંડા હેઠળ ભારતનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો  છે. યુનોએ  ઘોષણા કરી છે કે હવેથી દર વર્ષે 21 જૂનનો દિવસ દુનિયાભરમાં ઈંટરનેશનલ ડે ઓફ યોગા તરીકે ઉજવાશે.
 
યુએનની ઘોષણા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યકત કર્યો છે  અને ભારતના પ્રસ્તાવને મંજૂર રાખવા બદલ યુએન મહાસમિતિનો આભાર માન્યો છે. મોદીએ તમામ રાષ્ટ્રોનો પણ આભાર માન્યો છે.