શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ઢાકા , શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2009 (12:28 IST)

26/11નાં તાર બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે!

બાંગ્લાદેશે ભારતની આર્થિક અને મનોરંજનની રાજધાની મુંબઈ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલાનાં ત્રણ મહિના બાદ પોતાની ભૂમિ પર કાર્યરત ત્રાસવાદી જૂથો પણ કદાચ હુમલામાં સંકળાયેલા હોવાનો અધિકારીક રીતે સ્વીકાર કર્યો હતો.

વિદેશ મંત્રી હસ્સાન મેમુદને ટાંકીને એક અખબારે જણાવ્યું હતું કે મુંબઈ પર થયેલા હુમલા પાછળ સરહદ પારનાં ત્રાસવાદીઓ પણ સંકળયેલા હોવા જોઈએ. જેમાં પ્રતિબંધિત હરકત ઉલ ઝેહાદુલ ઈસ્લામી બાંગ્લાદેશમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો હતો.

બાંગ્લાદેશમાથી હુમલા માટે રવાના થયા પહેલાં ત્રાસવાદીઓને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલીમ અપાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.