શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|

80માં ઓસ્કાર એવોર્ડના વિજેતાઓ

શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ ડેનિયલ ડે લેવિસને મળ્યો..

PRP.R

લોસ એંજીલયસ(એજંસી) આ વર્ષના સૌથી શ્રેષ્ઠ બહુપ્રતિક્ષિત 80માં અકાદમી(ઓસ્કાર) ફિલ્મ સમારોહમાં ઓએલ વ ઇથન ઓઇન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'નો કંટ્રી ફોર ઓલ્ડ મેન'ને સન્માન મળ્યું છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ ડેનિયલ ડે લેવિસને ધેર વીલ બી બ્લડ ફિલ્મમાં 20મી સદીના ઓઈલ ઉદ્યોગપતિની ભુમિકા બદલ આજે બીજો ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડે લીએ આ ફિલ્મમાં ખુબ જ પ્રભાવશાળી રીતે ઓઈલ ઉદ્યોગપતિની ભુમિકા ભજવી હતી.

80માં ઓસ્કાર એવોર્ડના વિજેતાઓ:-
શ્રેષ્ઠ સહઅભિનેતા - જેવિયર બાર્ડેમ (ફિલ્મ-નો કંન્ટ્રી ફોર ઓલ્ડ મેન)
શ્રેષ્ઠ અભિનેત્રી - મેરિયન કોટીલાર્ડ (ફિલ્મ-લા વી એન રોઝ)
વર્ષની શ્રેષ્ઠ એનીમેટેડ ફીચર ફિલ્મ - રટાટુલી
આર્ટ ડિરેક્શનમાં સફળતા-ડિરેક્શન-ડેન્ટે ફેરેટ્ટી, સેટ ડેકોરેશન-ફ્રાન્સીકા લો શવીવો
કોન્સ્યુમ ડિઝાઈન-એલિઝાબેથ--ધ ગોલ્ડન એજ-એલેક્સન્દ્રા બર્ની
ફિલ્મ એડીટીંગ-ઘ બુર્ની અલ્ટીમેટમ

શ્રેષ્અભિનેતડેનિયલ ડે લેવિસ-
લંડનમાં જન્મેલા ડેનિયલ ડે લેવિસ અભિનેતાનો આ બીજો ઓસ્કાર એવોર્ડ છે. આ પહેલાં તેને તેની ફિલ્મ માય લેફ્ટ ફુટ:ધ સ્ટોરી ઓફ ક્રીસ્તી બ્રાઉન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ ફિલ્મમાં તે એક એવા અપંગ યુવાનનું પાત્ર ભજવે છે કે જે તેના પગ વડે લખવાનો અને તસવીર બનાવવાનો પ્રયાસ કરે છે. તે સીવાય તેને આ પહેલાં ઈન ધ નેમ ઓફ ધ ફાધર અને ગેન્ગસ ઓફ ન્યુ યોર્ક માટે નોમીનેટ કરવામાં આવ્યો હતો.

ઉંચાઈ ધરાવતો આ ગંભીર અભિનેતા તેની ભુમિકાઓની તૈયારીઓ માટે જાણીતો છે. ધેર વીલ બી બ્લડના ડિરેક્ટર પોલ થોમસ એન્ડરસને જણાવ્યું હતું કે આ ફિલ્મના પાત્રની તૈયારી માટે તેણે ચાર વર્ષ લીઘા હતાં. જો તે ફિલ્મ પસંદ પડે તો તેને તૈયાર કરતાં તે દશ વર્ષનો સમય પણ આપી શકે છે.

ડે લેવિસ આઈરીષ અને બ્રિટીશ બેવડું નાગરિકત્વ ધરાવે છે. તેને ફ્રેન્ચ અભિનેત્રી ઈસ્બાલ્લી અડજાનીથી એક પુત્ર અને રેબેક્કા મીલકથી બે પુત્રો છે.