શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બ્રસેલ્સ. , મંગળવાર, 22 માર્ચ 2016 (14:35 IST)

બ્રસેલ્સ એયરપોર્ટ પછી રેલ્વે સ્ટેશન પર પણ થયો બ્લાસ્ટ-17ના મોત, સિંગર અભિજીતની ફેમિલી ફંસાઈ

- બેલ્જિયમ સરકારે ધમાકાને આતંકી હુમલો કહ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ એક સુસાઈડ (ફિદાઈન) અટેક હતો. 
- બેલ્જિયમમાં ભારતીય રાજદૂત મંજીવ પુરીએ કહ્યુ કે જે ભારતીય ચેકડન કરી રહ્યા હતા તેઓ સેફ છે બાકી ભારતીયોની માહિતી મેળવવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ ભારતીય ઘાયલ થયાના કે માર્યા ગયાના સમાચાર નથી. 
- પૂર્વ ડિપ્લોમેટ વિવેક કાટજૂએ જણાવ્યુ કે પેરિસ ધમાકાના સંબંધ બ્રસેલ્સ સાથે હતા. બ્રસેલ્સને તમે યૂરોપિયન યૂનિયનની રાજધાની પણ કહી શકો છો. આ ISISના નિશાને ઘણા સમયથી હતુ. અલટ પછી પણ બ્લાસ્ટ થવુ એ બેલ્જિયમ સરકારની સિક્યોરિટી ફેલ્યુલર છે.
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ રદ્દ નહી થયા. તેઓ શેડ્યૂલ મુજબ 30 માર્ચના રોજ બ્રસેલ્સ જશે. 
- સ્કાય ન્યૂઝ ચેનલના જર્નલિસ્ટ એલેક્સ રૉસી બ્લાસ્ટ દરમિયાન ત્યા હાજર હતા. તેમણે જણાવ્યુ, બ્લાસ્ટ એટલો ઝડપી હતો કે મને બિલ્ડિંગ હલતી મહેસૂસ થઈ. અહી ધુમાડો અને ધૂળનો ગુબાર છે. લોહીથી લથપથ લોકો એયરપોર્ટથી બહાર નીકળી રહ્યા છે. 


 
- એયરપોર્ટ પર સિંગર અભિજીતનો પરિવાર પણ ફંસાયેલો છે. જો કે બધા સુરક્ષિત બતાવાય રહ્યા છે. 
 બેલ્જિયમમાં બ્રુસેલ્સ હવાઈ મથક પર આજે સવારે બે જોરદાર બ્લાસ્ટ થયા. જેમા 11 લોકોના મોત થયા અને 20 અન્ય ઘાયલ થયા. ધમાકાને કારણોની હજુ સુધી જાણ થઈ નથી. લંડનના સ્કાઈ ન્યૂઝના મુજબ આ બ્લાસ્ટ હવાઈ મથકના પ્રસ્થાન ભવનમાં અને અમેરિકી એયરલાઈંસ ડેસ્કની નિકટ થયા. 
ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં પેરિસમાં થયેલ આતંકવાદી હુમલાના એક શંકાસ્પદને બ્રુસેલ્સમાં ધરપકડ કરવાના ચાર દિવસ પછી આ બ્લાસ્ટ થયો છે. ઘટના પછીથી બેલ્જિયમ પોલીસને કોઈપણ પ્રકારની ગતિવિધિનો સામનો કરવા માટે એલર્ટ કરી દેવામાં આવ્ય છે. 
 
 
 

બેલ્જિયમની મીડિયા મુજબ બ્લાસ્ટના હવાઈ મથકો પર વિમાનો અને રેલવેનુ સંચાલન રોકવામાં આવ્યુ છે. બીજી બાજુ સોશિઅય્લ મીડિયા પર આવી રહેલ તસ્વીરોમાં પ્રસ્થાન ભવનમાંથી ધુમાડો ઉઠતો દેખાય રહ્યો છે અને બધી બારીઓના કાચ તૂટેલા છે.  યાત્રી ભવનથી ભાગતા દેખાય રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ આતંકવાદી હુમલો છે.  જો કે હજુ સુધી કોઈએ આ અંગેની ચોખવટ કરી નથી. 
ઉલ્લેખનીય છે આવતા અઠવાડિયે મોદીને બ્રસેલ્સ જવાનુ છે અને બ્રસેલ્સથી જ પેરિસ હુમલાનો મુખ્ય શંકાસ્પદ સાલાહ અબ્દેસ્લામ ચાર દિવસ પહેલા ધરપકડ થઈ હતી.