સંબંધિત સમાચાર
- Iran-US Ceasefire LIVE: હોર્મુજને લઈને ઈરાન અને અમેરિકા બાથે ચઢ્યા, ઈસ્લામાબદમાં શાંતિ વાર્તાની પુરજોશ તૈયારી
- ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?
- અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શુ સમાપ્ત થઈ ચુક્યુ છે ? ઈરાને સ્પષ્ટ કર્યુ અમારા હાથ હજુ પણ ટ્રિગર પર છે ! 10 પોઈંટ્સમાં જાણો સીઝફાયર પાછળની હકીકત
- ચેતવણી! તાત્કાલિક ઈરાન છોડી દો, 'ભારતીઓ માટે કેન્દ્ર સરકારની નવી સલાહ'
- 8 April Crude Oil Price- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ક્રૂડ ઓઈલમાં 19%નો ઘટાડો
US Vs Iran: રોજ ડૂબશે રૂ. 4000 Cr... US ની હોર્મુજ 'નાકાબંદી', સંકટમાં ઈરાનની લાઈફલાઈન
ઈરાન અમેરિકા સાથેના (US VS Iran) યુદ્ધમાં અડગ દેખાય છે, પરંતુ પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને નાકાબંધી કરવાના નિર્ણયને કારણે તેની વેપાર જીવનરેખા જોખમમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. અહેવાલો સૂચવે છે કે US Hormuz Blocked ને કારણે ઈરાનને દરરોજ 435 મિલિયન ડોલર (આશરે રૂ. 4,000 કરોડથી વધુ)નું નુકસાન થઈ શકે છે, જે Iran Economy માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
હોર્મુજ પર સોમવારથી જ US ની નાકાબંધી
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક ચાલેલી શાંતિ મંત્રણા અનિર્ણિત સાબિત થઈ હતી, અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે તેને ઈરાન માટે ખરાબ સમાચાર ગણાવ્યા હતા. આ પછી, ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ વધુ કઠિન બન્યું અને તેમણે સોમવાર, 13 એપ્રિલથી ઈરાની બંદરો પર નાકાબંધીની જાહેરાત કરી.
એક પોલીસી એક્સપર્ટ FDD ના સિનિયર ફેલો મિયાદ મલેકીએ ઈરાન પર અમેરિકાના આ પગલાની આર્થિક અસરની રૂપરેખા આપી છે. તેમણે જણાવ્યું હતું કે નાકાબંધીથી ઈરાનને દરરોજ આશરે 435 મિલિયન ડોલરના વેપાર નુકસાન થઈ શકે છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું હતું કે નૌકાદળ નાકાબંધી અરબી અખાત અને ઓમાનના અખાત સહિત ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અથવા જતા તમામ દેશોના જહાજો પર લાગુ થશે. જો કે, તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી બિન-ઈરાની બંદરો તરફ જતા જહાજોને અવરોધિત કરશે નહીં.
એક્સપર્ટે બતાવી આ હકીકત
ફોરેન પોલિસી ઇન્સ્ટિટ્યૂટ FDD ના સિનિયર ફેલો મિયાદ મલેકી કહે છે કે ઈરાન પર અમેરિકાના આ પગલાની આર્થિક અસર તાત્કાલિક અને ગંભીર હોઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું, "હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાના નૌકાદળના નાકાબંધીથી ઈરાનને નિકાસમાં દરરોજ આશરે 276 મિલિયન ડોલર અને આયાતમાં દરરોજ 159 મિલિયન ડોલરનું નુકસાન થશે, જેના પરિણામે કુલ દૈનિક આર્થિક નુકસાન આશરે 435 મિલિયન ડોલર થશે."
તેમણે પોતાની પોસ્ટમાં સમજાવ્યું કે ઈરાનના વાર્ષિક વેપારનો 90 ટકાથી વધુ ભાગ ફારસની ખાડીમાંથી પસાર થાય છે, જેનું મૂલ્ય આશરે 109.7 બિલિયન ડોલર છે. આ કુલ નિકાસ આવકમાં તેલ અને ગેસનો હિસ્સો 80% અને દેશના GDPના લગભગ એક ક્વાર્ટર છે.
રાતોરાત બંધ થઈ જશે આવલ
મલેકીએ આને ઈરાનની વેપાર જીવનરેખા માટે એક મોટો ખતરો ગણાવ્યો. તેમણે જણાવ્યું કે ઈરાન દરરોજ આશરે 1.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરે છે, જેનાથી તેને આશરે 139 મિલિયન ડોલરની કમાણી થાય છે. યુએસ નાકાબંધીથી આ રાતોરાત બંધ થઈ જશે. તેમણે એક ગભરાવી દેનારી વાત બતાવતા કહ્યુ કે ઈરાનની ક્રૂડ ઓઇલ નિકાસનો 92% ભાગ સાચવનારો સ્વાર્ગ ખાર્ગ દ્વીપ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થિત છે.
