રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 જાન્યુઆરી 2026 (13:47 IST)

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

family dispute shooting
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક ભારતીય-અમેરિકન વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. હુમલાખોરની ઓળખ 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે, અને તેની પત્ની મીમુ ડોગરા છે. તેમના ત્રણ સંબંધીઓ, નિધિ ચંદન, હરીશ ચંદર અને ગૌરવ કુમાર પણ માર્યા ગયા હતા. વિજય કુમારની તેની પત્ની અને ત્રણ સંબંધીઓને તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના ઘરેલુ વિવાદને કારણે બની છે. ગોળીબાર દરમિયાન કુમારના ત્રણ બાળકો કબાટમાં છુપાઈ ગયા હતા અને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગુરુવારે રાત્રે લોરેન્સવિલેમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ બાળકો ઘરની અંદર હતા.
 

ભારતીય વાણિજ્ય દૂતાવાસે શુ જણાવ્યુ 

 
અટલાંટા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર માહિતી આપી. દૂતવાસે કહ્યુ પીડિત પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે.  ઘરેલુ વિવાદ સાથે જોડાયેલ આ દુખદ ગોળીબારની ઘટના થી અમે દુખી છીએ. હુમલાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિત પરિવારને મદદ કરવામાં આવી રહી છે.  


 

મીડિયામાં શુ છપાયુ 

 
ફોક્સ5 એટલાન્ટા ના સમાચાર મુજબ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ એટલાન્ટાના રહેવાસી 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કુમારની પત્ની મીમુ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદર (37) અને હરીશ ચંદર (38) તરીકે થઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે હુમલાખોર પર ગંભીર હત્યા અને બાળ ક્રૂરતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
 

બાળકોએ કબાટમાં સંતાઈને બચાવ્યો જીવ 

 
ગુરુવારે સવારે 2:30 વાગ્યે (સ્થાનિક સમય) બ્રુક આઇવી કોર્ટના 1000 બ્લોકમાંથી પોલીસને એક રિપોર્ટ મળ્યો. અહેવાલો અનુસાર, અધિકારીઓ પહોંચ્યા પછી, તેમને ઘરની અંદર ચાર પુખ્ત વયના લોકોના મૃતદેહ મળ્યા, જે બધાને ગોળી વાગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો ત્યારે ત્રણ બાળકો ત્યાં હાજર હતા. ખુદની સલામતી માટે, બાળકો એક કબાટમાં છુપાઈ ગયા હતા.
 

બાળકે કર્યો પોલીસને ફોન  

 
તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક બાળકે 911 પર ફોન કરીને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી, જેના કારણે પોલીસ અધિકારીઓ થોડીવારમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકો સુરક્ષિત હતા અને બાદમાં પરિવારના એક સભ્ય તેમને લઈ ગયા હતા.