મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 12 નવેમ્બર 2014 (14:13 IST)

જોર્જ ડબલ્યુ બુશનો ખુલાસો - નિક્સનની પુત્રી સાથે અફેયર હતુ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશે એક ધમાકેદાર ચોખવટ કરી છે. તેમણે કહ્યુ છે કે યુવાવસ્થામાં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની પુત્રી સાથે ડેટ કરી હતી. 
 
જોર્જ ડબલ્યુ બુશે પોતાના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબલ્યુ બુશના જીવન પર આધારિત પુસ્તક 41 એ પોટ્રેટ ઓફ માય ફાધરના લોંચિંગ પ્રસંગે  આ સ્વીકાર કર્યો. તેમણે  કહ્યુ કે 1960માં તેમના પિતા ટેક્સાસ સાથે હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવના સભ્ય હતા. એ સમયે જોર્જ ડબલ્યુ બુશે રિચર્ડ નિક્સન રાષ્ટ્રપતિની પુત્રી ટ્રીસિયા નિક્સન સાથે ડેટિંગ કરી હતી  અનેકવાર તો તેઓ તેમને લેવા જાતે જ વ્હાઈટ હાઉસ જતા હતા. 
 
 બુશે જણાવ્યુ છે કે તેઓ કેવી રીતે સાથે સાથે ડિનર કરતા હતા.  જો કે આ લવ સ્ટોરીનો અંત સુખદ ન આવ્યો અને બને જુદા પડી ગયા. તેમણે પોતાના પુસ્તકને લવ સ્ટોરી નામ આપ્યુ છે.  
 
જોર્જ ડબલ્યુ બુશે પુસ્તકમાં જણાવ્યુ છે કે તેમના પિતાએ આ વર્ષની શરૂઆતમાં પોતાના 90માં જન્મદિવસે પૈરાશૂટ પરથી છલાંગ લગાવવાની યોજના બનાવી હતી. તેઓ વીતેલા બે વર્ષથી ગંભીર રૂપથી બીમાર છે. વર્ષ 2012માં તેમણે નિમોનિયાની કારણથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  ત્યારે તેમણે પોતાની પ્રેગનેંટ નાતિનને કહ્યુ હતુ.. એક બાજુ મારુ મોત થશે અને બીજી બાજુ નવુ જીવન હશે.