ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (10:57 IST)

ઈંડોનેશિયાના જકાર્તામાં 6 સ્થાન પર સીરિયલ બ્લાસ્ટ, 6 લોકોના મોત

ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં સીરિયલ બ્લાસ્ટ અને ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના માર્યા જવાના સમાચાર છે.  બ્લાસ્ટ સરીના શોપિંગ સેંટરની બહાર થયા. આ શોપિંગ સેંટર  રાષ્ટ્રપતિ પેલેસ અને સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ પાસે આવેલ છે.  ઘટના સ્થળ પર રહેલ બીબીસી સંવાદદાતા મુજબ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમણે જણાવ્યુ કે તેમને વારેઘડીએ કારની પાછળ જઈને સંતાવવુ પડી રહ્યુ છે. 
 
ઘટનાસ્થળ પાસે રહેલ સંયુક્ત રાષ્ટ્રના અધિકારી જેરેમી ડગલસે બીબીસીને જણાવ્યુ કે ગોળીબાર હાલ ચાલુ છે. ડગલસ મુજબ "ત્યારબાદ અમે બિલ્ડિંગમાં ભાગ્યા. અમે ત્રીજો ધમાકો સાંભળ્યો. અમે 10મા માળ પર અમારી ઓફિસમાં પહોચ્યા તો ચોથો અને પછી પાંચમો અને છઠ્ઠો બ્લાસ્ટ સાંભળ્યો.'
 
તેમણે જણાવ્યુ કે રસ્તા પર હાલ ગોળીબાર ચાલુ છે.