મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નાસીરિયા. , સોમવાર, 22 ઑગસ્ટ 2016 (11:56 IST)

ઈરાકે ISISના 36 આરોપીઓને આપી ફાંસી

ઈરાકે આજે સુન્ની જેહાદીઓ દ્વારા 2014 માં કરવામાં આવેલ નરસંહારમાં દોષી ઠેરવવામાં આવેલ 36 આતંકવાદીઓને ફાંસી આપી દીધી. તેમણે સ્પીચર નરસંહારમાં સામેલ થવાના દોષી જોવા મળ્યા હતા. આઈએસ આતંકવાદીઓના તિકરિટના નિકટ સ્થિત સ્પીચર છાવણીથી 1700 સૈન્ય રંગરૂટોને ઉઠાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ નરસંહારની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ સમૂહે લીધી હતી. 
 
ઢિકાર શહેરના ગવર્નર કાર્યાલયના પ્રવક્તાએ કહ્યુ, "સ્પીચર નરસંહાર માટે 36 દોષીઓને નાસીરિયાની જેલમાં ફાંસી આપવામાં આવી." નસીરિયા ઢિકાર શહેરની રાજધાની છે. અબ્દેલ હસન દાઉદે કહ્યુ, "ઢિકારના ગવર્નર યાહ્યા અલ-નાસરી અને ન્યાય મંત્રી હૈદર અલ-જામિલી ફાંસીના સમયે હાજર હતા." ધીકાર શહેરના ગવર્નરના પ્રવક્તા અબ્દેલ હસન દાઉદે જણાવ્યુ કે સ્પીચર અપરાધ મામલે નાસિરિયા જેલમાં રવિવારે સવારે 36 દોષી આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી.