શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વેટિકન સિટી : , શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (13:13 IST)

રવિવારે મધર ટેરેસાને અપાશે સંતની પદવી

સંતપદ પામી રહેલાં પરંતુ વિવાદાસ્પદ ખ્રિસ્તી સાધ્વી મધર ટેરેસાને રવિવારે સંત દ્યોષિત કરવામાં આવશે. તેમણે કરેલા સેવાના સમર્પિત જીવનકાર્ય થકી તેઓ 20મી સદીના ખ્રિસ્તી ધર્મના આદર્શ તરીકે પ્રતિપાદિત થયાં છે.  શાંતિ માટેના નોબેલ ઈનામ વિજેતાથી લઈને તેઓ કેથલિક સંપ્રદાયના સર્વોચ્ચ સંતપદ સુધી પહોંચ્યાં છે. કોલકતામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોની સેવા કરતાં જ તેઓ અવસાન પામ્યાં હતાં અને તેમની 19મી મૃત્યુ તિથિની પૂર્વસંધ્યાએ જ યોગાનુયોગ તેમને સંત જાહેર કરવામાં આવશે.
 
   અગાઉ કલકત્તા તરીકે ઓળખાતા વસતિથી ફાટફાટ થતા શહેરની ઝૂંપડપટ્ટીમાં વસતા સૌથી ગરીબ લોકોની તેમણે લગાતાર ચાર દાયકા સુધી અવિરત સેવા કરી હતી. તેઓ પૂર્વ ભારતમાં આયર્લેન્ડથી મિશનરી- ટીચર તરીકે આવ્યાં હતાં.    કોસોવૉર અલ્બેનિયન પરિવારમાં 1910માં જન્મેલા ટેરેસાનું 1997માં અવસાન થયું હતું. તે વખતે તેઓ વિશ્વનાગરિક તરીકે ઓળખાતાં અને એ બાદ ભારતનાં નાગરિક તરીકે તેઓ જાણીતાં થયાં હતાં.
 
   ભારતને તેમણે પોતાનું વતન બનાવીને એક પ્રતિબદ્ઘ સિસ્ટર તરીકે આજીવન સેવાકાર્યમાં તેઓ ખૂંપી ગયાં, તે એટલી હદે કે વિશ્રભરમાં તેમની નોંધ લેવાઈ અને ભારત સરકારે પણ અવસાન બાદ રાજકીય સન્માન સાથે તેમની અંતિમક્રિયાનું આયોજન કર્યું હતું.  પોતાના જીવન દરમિયાન તેમણે જે રીતે અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી એને ધ્યાનમાં લેતાં ખૂબ જ ઝડપથી તેમને સંતપદ એનાયત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદ્ગત પોપ જોન પોલ બીજા તેમના અંગત મિત્ર હતા. જેઓ ટેરેસાના મૃત્યુ વખતે પોન્ટિફ હતા. હાલના પોપ ફ્રાન્સિસ પણ તેમના પ્રશંસક રહ્યા છે.