શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 15 એપ્રિલ 2016 (12:07 IST)

આ મુસ્લિમ બાળક છે હનુમાનનો અવતાર... જાણો હકીકત

ઈંડોનેશિયાના એક ગામમાં રહેનારો એક બાળકને આજકાલ હિન્દુ દેવતા હનુમાનના રૂપમાં પૂજવામાં આવી રહ્યો છે. જેનુ કારણ છે કે આ બાળક દેખાવમાં થોડો ઘણો હિંદુઓના દેવતા હનુમાન જેવો છે. 
ઈંડોનેશિયામાં ઉત્તરી કાલીમંતનના એક ગામમાં રહેનાર મોહમ્મદ રેહાનને દેશ-વિદેશથી લોકો જોવા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ દેશ હોવા છતા પણ ઈંડોનેશિયામાં રામાયણના પાત્રોનો ખૂબ જ પ્રભાવ છે. 
 
શુ છે આ અનોખા બાળકના આ રૂપની હકીકત 

ઉલ્લેખનીય છે કે 13 વર્ષનો મોહમ્મદ રેહાન ગંભીર જેનેટિક બીમારી વેયરવોલ્ફ સિંડ્રોમથી ગ્રસ્ત છે. જેના કારણે તેના આખા શરીર પર ઘટ્ટ અને લાંબા વાળ ઉગી આવ્યા છે. રેહાનના શરીર પર આ વાળ જોઈને અનેક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.  જો કે રેહાન લોકોની અચરજ ભરેલી નજરો વચ્ચે પણ ખુશ રહે છે. તેનુ માનવુ છે કે તે ઈશ્વરનો વિશેષ સેવક છે. 
 
શુ છે આ બીમારીનો ઈલાજ 


રેહાનની બીમારી વિશે ડોક્ટરોનુ કહેવુ છે કે તેની બીમારી લાઈલાજ છે. તેથી રેહાનના શરીર પર વાળ વધતા જ જઈ રહ્યા છે. આ જ કારણે રેહાને હવે સારવાર કરાવવી પણ બંધ કરાવી દીધી છે. 

MUST WATCH  આગળ જુઓ આ અનોખા બાળકનો વીડિયો