ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2016 (00:07 IST)

NSGમા ભારતની એન્ટ્રી રોકી રહ્યું છે ચીન, ઈન્ડિયા-યુએસ નિકટ આવતા PAKના પેટમાં તેલ રેડાયુ

ન્યુકિલયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)ની મેમ્બરશીપ માટે અમેરિકાએ ભારતને ટેકો આપતા પાકિસ્તાના પેટમાં ઉકળતુ તેલ રેડાયુ છે. ઉતાવળમાં અને ઘાંઘા બનેલા પાકિસ્તાન વિદેશ મંત્રાલયે મેમ્બરશીપ અંગે સપોર્ટ માટે એનએસજી દેશોના ડિપ્લોમેટીક મિશનને પોતાની વાત સમજાવવા માટે તાબડતોબ બોલાવ્યા હતા. પાકિસ્તાને ઇસ્લામાબાદમાં આ દેશોને કહ્યુ હતુ કે ભારતને એનએસજી મેમ્બરશીપ મળવાથી સાઉથ એશિયાની વ્યુહાત્મક સ્થિરતા ઉપર નકારાત્મક અસર પડશે. આ દરમિયાન પાકિસ્તાન પીએમના વિદેશ મામલાના સલાહકાર સરતાઝ અઝીઝે ત્રણ દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી એનએસજી મેમ્બરશીપના મુદા પર સપોર્ટની વાત કરી હતી.

   અમેરિકા, સ્વીસ અને મેકિસકોના સપોર્ટ બાદ માનવામાં આવે છે કે, ભારત એનએસજી મેમ્બરશીપ મેળવી લેશે. પાક. અખબાર ડોનના જણાવ્યા પ્રમાણે સરતાઝ અઝીઝે રૂસ, ન્યુઝીલેન્ડ અને સા.કોરીયાના વિદેશ પ્રધાનો સાથે ફોન ઉપર વાત કરી હતી. તેમણે આ ત્રણેય દેશોને એનએસજી મેમ્બરશીપ મુદે પાકિસ્તાનને ટેકો આપવા જણાવ્યુ હતુ. પાક. વિદેશ મંત્રાલયના પ્રવકતાના કહેવા મુજબ અઝીઝની ત્રણ દેશોની વાતચીત એ પાકિસ્તાનનો ડિપ્લોમેટીક પ્રયાસ છે. તેમણે મેમ્બરશીપ માટે પાકિસ્તાનનો દાવો રજુ કર્યો હતો.  પાકિસ્તાને આ દેશોને કહ્યુ હતુ કે અમને પણ એન્ટ્રી મળવી જોઇએ. અમારી પાસે મેનપાવર, ઇન્ફ્રાસ્ટ્રકચર અને એનએસજી માપદંડ હેઠળ કંટ્રોલ્ડ એટોમીક આઇટમ અને સર્વિસ