ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 નવેમ્બર 2015 (11:25 IST)

બાલીમાં બોલ્યો છોટા રાજન - મુંબઈ પોલીસના કેટલાક લોકો દાઉદ માટે કામ કરે છે

ઈંડોનેશિયાના બાલીમાં ધરપકડ પામેલા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને આજે ભારત લાવી શકાય છે. તેને પરત લાવવા અને તેની પૂછપરછ માટે સીબીઆઈ અને દિલ્હી મુંબઈ પોલીસની એક ટીમ ગઈકાલે જ બાલી પહોંચી છે. પોતાના કમબેક પહેલા તેણે મીડિયાએ પૂછવામાં આવેલ એક પ્રશ્ન પર કહ્યુ કે તે દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીઓથી ગભરાતો નથી. આ દરમિયાન તેની પૂછપરછ પણ ચાલી રહી છે. આજે ડેપાસરમાં ઈમિગ્રેશન ચીફ પણ રાજન સાથે મુલાકાત કરી છે. 
 
આ પૂછતા કે તે દિલ્હી કે મુંબઈમાંથી કંઈ જેલમાં જવુ પસંદ કરશે. તેણે કહ્યુ કે મુંબઈ પોલીસે તેના પર ખૂબ અત્યાચાર કર્યો છે.  તેણે આરોપ લગાવ્યો કે મુંબઈ પોલીસના કેટલાક લોકો દાઉદ માટે કામ કરે છે. આવામાં કેન્દ્રએ બધી વાતોને સમજીને જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તેણે કહ્યુ કે તે ફક્ત એટલુ જ ઈચ્છે છે કે તેની સાથે અન્યાય ન થાય. તેણે કહ્યુ કે આતંકવાદ અને દાઉદ વિરુદ્ધ તેની લડત ચાલુ રહેશે. 
 
આ ઉપરાંત ભારતના ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ ત્યાના મુલાકાત પર છે. આ બધાને ધ્યાનમાં રાખતા છોટા રાજનને જલ્દી ભારતમાં લાવવામાં આવે એવો અંદાજ છે.  તેને પરત લાવવાના ભારત તરફથી પ્રોસેસ પહેલા જ શરૂ થઈ ગયો છે. માહિતી મુજબ તેને પહેલા દિલ્હી લાવવામાં આવશે પછી તેને મુંબઈ લઈ જવામાં આવશે. 
 
બાલીમાં મળવા માટે ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી સંજીવ કુમાર અગ્રવાલે આ દરમિયાન બે વાર છોટા રાજન સાથે મુલાકાત કરી છે. છોટા રાજનને પરત લાવવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મુંબઈ સ્થિત ઓર્થર રોડ પર તેની સુરક્ષા વધારવામાં આવી છે.  ભારત લાવ્ય પછી છોટા રાજનને અહી મુકવામાં આવશે. જેનુ કારણ છે કે મુંબઈમાં તેના વિરુદ્ધ અનેક મામલા નોંધાયેલ છે.  તેનુ એક અન્ય કારણ તેને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાથીઓથી બચાવવાનો પણ છે.  ઉલ્લેખનીય છે કે છોટા રાજનની ધરપકડ પછી તે દાઉદને લઈને અનેક ખુલાસા કરી શકે છે. આ હિસાબથી તે દાઉદનો સૌથી મોટો કાંટો પણ બની ગયો છે. જોકે દાઉદના કેટલાક મિત્રો આ જેલમાં પહેલાથી જ બંધ છે. 
 
એવુ કહેવાય છે કે છોટા રાજનને અહી તેને હાઈ સિક્યોરિટી સેલમાં મુકવામાં આવશે. જેમા મુંબઈ હુમલાના દોષી અજમલ કસાબને મુકવામાં આવ્યો હતો. અહી તેની સુરક્ષાની જવાબદારી એકવાર ફરીથી આઈટીબીપીના જવાન જ સાચવશે.  હાલ બાલી જેલમાં બંધ છોટા રાજને કહ્યુ છે કે તે દાઉદના સાથીને લઈને ગભરાયો નથી. જો કે તેણે માન્યુ છે કે તે તેની પાછળ પડ્યો છે. તેના પર શક્યતા ખતરાને જોતા છોટા રાજનની સુરક્ષામાં કમાંડો ગોઠવાયેલ છે. ભારતના નિવાસી રાજન નિખાલજે ભારતમાં છોટા રાજનના ઉપર ટાડા, પોટા અને મકોકાના હેઠળ મામલે નોંધાયેલ છે.