શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: જિનેવા. , ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (11:34 IST)

ભારતે UNમાં ઉઠાવ્યો બલૂચિસ્તાનનો મુદ્દો - કહ્યુ સમગ્ર જમ્મુ કાશ્મીર અમારુ

ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પહેલીવાર બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવતા પાક પર સાથે જ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં વ્યાપક માનવાધિકારનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 33માં સત્ર દરમિયાન ભારતે પાકિસ્તાન પર તીખો હુમલો કરતા કહ્યુ કે કાશ્મીરમાં ગડબડીયોઓનુ મુખ્ય કારણ પાકિસ્તાન પ્રાયોજીત સીમા પારથી થઈ રહેલ આતંકવાદ છે. જે તેની ક્ષેત્રીય મહત્વાકાંક્ષાઓનું પરિણામ છે. 
 
જગજાહેર છે પાકનો નિરાજનક ભૂતકાળનો રેકોર્ડ 
 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે રાજદૂત અને સ્થાઈ પ્રતિનિધિ અજીત કુમારે કહ્યુ કે પાકિસ્તાનનો નિરાશાજનક અગાઉનો રેકોર્ડ જગજાહેર છે અને અનેક દેશોએ વારે ઘડીએ પાકિસ્તાન સાથે કહ્યુ કે તે સીમા પાર ઘુસપેઠ રોકે. આતંકવાદના માળખાને નષ્ટ કરે અને આતંકવાદના અધિકેન્દ્રના રૂપમાં કામ કરવુ બંધ કરે.  અજીત કુમારે કહ્યુ કે ભારતની સાખ સારી રીતે પ્રમાણિત છે જે પોતાના લોકોના કલ્યાણ પ્રત્યે ઊંડાઈથી પ્રતિબદ્ધ છે. તેનાથી ઉલટુ પાકિસ્તાનની ઓળખ તાનાશાહી, લોકતાંત્રિક નિયમોની અનુપસ્થિતિવાળી અને બલૂચિસ્તાન સહિત દેશમાં વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘન કરનારના રૂપમાં છે. 
 
પાકિસ્તાનના નિવેદન પર જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરતા કુમારે કહ્યુ કે પાકિસ્તાન એક એવો દેશ છે જેને બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે જ પોતાના નાગરિકોનો પણ માનવાધિકારોનું પણ  યોજનાબદ્ધ રીતે ઉલ્લંઘન કર્યુ છે.