શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાબુલ , મંગળવાર, 3 નવેમ્બર 2009 (16:37 IST)

અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ પદે કરજઈ

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી સપ્તાહે યોજવામાં આવેલી બીજા ચરણની ચૂંટણીમાં બીજા ઉમેદવાર અબ્દુલ્લા અબ્દુલ્લાના હટી જવા બાદ સ્વતંત્ર ચૂંટણી પંચે સોમવારે વર્તમાન રાષ્ટ્રપતિ હામિદ કરજઈને વિજેતા જાહેર કર્યા છે.

સમાચાર એજેંસી ડીપીએ અનુસાર પંચના અધ્યક્ષ અજીજુલ્લાહ લુદિને કાબુલમાં જાહેરાત કરી કે, પંચે શનિવારે યોજાનારા બીજા ચરણના મતદાનને મોકૂફ કરી દીધું છે અને કરજઈને આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ જાહેર કરી દેવામાં આવ્યાં છે.

લુદિને કહ્યું કે, પંચે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે, કરજઈએ 20 ઓગસ્ટના રોજ યોજાયેલા પ્રથમ ચરણના મતદાન દરમિયાન અધિકાંશ મત પ્રાપ્ત કર્યા હતા અને બંધારણ અનુસાર બીજા ચરણનું મતદાન બે ઉમેદવારો વચ્ચે જ આયોજિત કરવામાં આવી શકે છે. અત્રે જણાવાનું કે,કરજઈની ઉમેદવારીને પડકાર આપનારા તેમના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ રવિવારે ખુદને ચૂંટણી મેદાનમાંથી હટાવી લીધા હતાં.

પ્રથમ ચરણની ચૂંટણીમાં કરજઈના પક્ષમાં વ્યાપક સ્તરે ધાંધલીનો આરોપ લગાડવામાં આવ્યો હતો. અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું કે, જો કે, કરજઈએ બીજા રાઉન્ડના મતદાનમાં પારદર્શિતા લાવવાની તેમની શરતોને માનવાની ના પાડી દીધી છે તેથી તે પોતાની ઉમેદવારી પરત લઈ રહ્યાં છે.