શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાબુલ , ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2009 (12:30 IST)

અફઘાનિસ્તાનમાં 15 લાખ મતોની હેરાફેરી

યૂરોપીય સંઘના ચૂંટણી નિરીક્ષકોએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન કુલ મતપત્રોમાંથી એક ચતુર્થાંશ મતો એટલે કે, 15 લાખ મતોની હેરાફેરી થઈ છે.

સમાચાર એજન્સી ડીપીએ અનુસાર ચૂંટણી નિરીક્ષણ મિશનની ઉપ પ્રમુખ દિમિત્રા ઈઓનો કહે છે કે, 11 લાખ મતદાતાઓએ વર્તમાન રાષ્ટ્રપતિ હામિદ કરજાઈના પક્ષમાં મત નાખ્યાં છે અને 300,000 મત તેમના વિરોધી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા અબ્દુલ્લાને મળ્યાં છે.

તે કહે છે કે, આ તમામ મતોની તપાસની જરૂરિયાત છે. 20 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 55 લાખ મતદાતાઓએ મત નાખ્યાં હતાં. શરૂઆતી પરિણામો અનુસાર કરજાઈ 54.3 ટકા મત પ્રાપ્ત કરીને આગળ ચાલી રહ્યાં છે જે આ પદને જાળવી રાખવા માટે પર્યાપ્ત બહુમત છે.