શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: વોશિગ્ટન , શુક્રવાર, 14 નવેમ્બર 2008 (22:24 IST)

અમેરિકન બજેટમાં 237 અબજ ડોલરની ખાધ

અમેરિકામાં 237 અબજ ડોલરની અંદાજપત્રીય ખાધ નોંધાઈ છે. જે એક રેકોર્ડ છે.

ઓક્ટોબર મહિનામાં જોવા મળતાં અમેરિકન તંત્ર સામે બજેટ ખાધને ઘટાડવા માટે પડકારો ઉભા થયા છે. બીજી બાજુ નાણાંકીય બેલઆઉટ ખર્ચની શરૂઆત થઈ ચુકી છે. ઓક્ટોબરમાં રેકોર્ડ ફાળવણી 402 અબજ ડોલરની હતી. જેમાં મોટી બેન્કોમાં ઈક્વિટીની ખરીદીમાં 115 અબજ ડોલરનો સમાવેશ થાય છે. જ્યારે ફેન્રીમેક અને ફ્રેડીમેકમાંથી મોર્ગેઝનો ટેકો ધરાવતી સિક્યુરીટીઝ ખરીદીમાં 21.5 અબજ ડોલરનો સમાવેશ થાય છે.

ઓક્ટોબર 2007માં બજેટ ખાધ 56.7 અબજ ડોલર હતી. જેની સરખામણીમાં હાલની ખાધ ચાર ગણી છે. તેમછતાં મુશ્કેલી સ્થિતિમાં અમેરિકન 700 અબજ ડોલરનો ખર્ચ કરવા કટીબધ્ધ છે. જેમાં બેન્કોમાં પસંદગીનાં શેરોની ખરીદીમાં 250 અબજ ડોલરનો સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં અમેરિકન સરકારનો ખર્ચ 20 અબજ ડોલર સુધી વધી ગયો છે.