શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ઈસ્લામાબાદ. , બુધવાર, 12 નવેમ્બર 2008 (13:16 IST)

અમેરિકાના હુમલા બંધ કરાવીશ: ગિલાની

અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કેટલાક વિસ્તારોમાં અમેરિકન વિમાનો દ્વારા કરવામાં આવી રહેલા સતત હુમલાઓથી નારાજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસૂફ રઝ ગિલાનીએ કહ્યુ કે તેમની સરકાર કોઈપણ કિમતે રાષ્ટ્રની સંપ્રભુતાને જાળવી રાખશે.

પાકિસ્તાન મીડિયા અનુસાર ગિલાનીએ પાકિસ્તાનની સંસંદને સંબોધીત કરતા જણાવ્યુ હતું કે અમેરિકાના આ હુમલાથી બધા પાકિસ્તાનીઓ ત્રસ્ત છે.
તેમણે કહ્યુ કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકન રાજદૂત એન્ની પીટરસ અને અમેરિકન ગુપ્તચર અધિકારીઓ સાથે મળીને આ હુમલા બંધ કરાવવાની વાત કરી હતી.

ગિલાનીએ કહ્યુ હતું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની આતંરરાષ્ટ્રીય ધર્મ સભામાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ભાગ લેશે અને તેઓ ન્યૂયોર્કમાં અમેરિકન અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ હુમલા અંગે પોતાનો વિરોધ વ્યકત કરશે.