શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , સોમવાર, 27 ઑક્ટોબર 2008 (14:55 IST)

અમેરિકાનાં હુમલામાં સાત પાકિસ્તાનીનાં મોત

અફઘાનિસ્તાનની નજીક આવેલા પાકિસ્તાનનાં આદિવાસી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીનાં આધારે અમેરિકાનાં ચાલકરહિત વિમાનને બોમ્બમારો કરતાં સાત લોકોનાં મોત થયા છે.

અલ કાયદા અને તાલીબાનની ગતિવિધિઓનાં ગઢ તરીકે ગણાતાં દક્ષિણી વઝીરીસ્તાનમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ પાકિસ્તાનની ભૂમિ પર થયેલો તાજો હુમલો છે. આ પ્રકારનાં હુમલાને કારણે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તણાવ વધારી દીધો છે.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ હુમલો વાનતી ઉત્તર પૂર્વમાં 20 કિલોમીટર દૂર સ્થિત વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.