બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , બુધવાર, 30 જૂન 2010 (16:01 IST)

અમેરિકામાં ભારતીય વૈજ્ઞાનિકની હત્યા

ભારતીય મૂળના એક કોમ્પ્યૂટર વૈજ્ઞાનિકનું મંગળવારે ન્યૂ જર્સીમાં મૃત્યુ નિપજ્યું છે. આ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ત્રણ દિવસ પહેલા ફરવા ગયો હતો ત્યારે ત્રણ યુવકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયો હતો.

પોલીસે જણાવ્યું કે, આ મામલામાં 17 વર્ષીય ત્રણ કિશોરોને જાણી જોઈને જાન લેવા હુમલો કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યાં છે. ત્રણેય કિશોરોની ઉમરના કારણે તેમના નામ જાહેર કરવામાં આવ્યાં નથી.

મૃત વૈજ્ઞાનિક દિવ્યેંદુ સિન્હાએ આઈઆઈટી ખડકપુરથી અભ્યાસ કર્યો હતો અને હાલ તે સીમેંસ કંપનીમાં સલાહકારના પદ પર કાર્યરત હતો. તેના પર હુમલો શુક્રવારે રાત્રે થયો જ્યારે તે પોતાના પરિવાર સાથે ન્યૂ જર્સીમાં રાત્રે ફરવા માટે નિકળ્યો હતો. આ હુમલામાં તેને ગંભીર ઈજા પહોંચી જ્યારે તેના બન્ને પુત્રો સામાન્ય રીતે ઘાયલ થયાં.