મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , મંગળવાર, 28 જૂન 2016 (11:55 IST)

અમેરિકી સીનેટરે ભારત માટે વીઝા બંધ કરવાની માંગ કરી

અમેરિકાના એક ટોચના સીનેટરે ઓબામા સરકારને કહ્યુ છે કે તે ભારત અને ચીન સહિત 23 દેશોના નાગરિકોના પ્રવાસી અને બિનપ્રવાસી વીઝા આપવાનુ બંધ કરી દે. સીનેટરે આરોપ લાગાવ્યો છે કે આ દેશ અમેરિકા સાથે ગેરકાયદેસર પ્રવાસ કરવા મામલે સહયોગાત્મક વલણ નથી બતાવતા. 
 
રિપબ્લિકન સીનેટર ચક્ર ગ્રૈસલેએ, સુરક્ષા મંત્રી જે. જૉનસનને લખેલ એક પત્રમાં કહ્યુ, 'દેશમાંથી હત્યારાઓ સહિત ખતરનાક અપરાધીઓને રોજ છોડવામાં આવે છે. આવા અપરાધીઓને તેમનો દેશ પરત લેવામાં સહયોગ નથી બતાવતો" 
 
સીનેટની ન્યાયિક સમિતિના અધ્યક્ષ ગ્રૈસલેએ કહ્યુ કે નાણાકીય વર્ષ 2015માં જ આ હઠી દેશોના નિર્ણય અને અસહયોગને કારણે અમેરિકામાંથી 2,166 લોકોને છોડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં 6,100થી વધુ લોકોને છોડવામાં આવ્યા. 
 
ગ્રૈસલેએ કહ્યુ કે આ સમયે અમેરિકાએ 23 દેશોને અસહયોગી કરાર આપ્યો છે. તેમના પાંચ ટોચના હઠી દેશ ક્યૂબા, ચીન, સોમાલિયા, ભારત અને ઘાના છે. 
 
આ ઉપરાંત અમેરિકા પ્રવાસી વિભાગ એ અન્ય 62 દેશોનુ નિરીક્ષણ કરી રહ્યુ છે જ્યાથી મદદમાં સમસ્યા તો આવી રહી છે પણ હજુ સુધી તેમને અસહયોગી કરાર આપ્યો નથી. જૉનસને લખેલ પત્રમાં ગ્રૈસલેએ તેમને યાદ અપાવ્યુ કે કોંગ્રેસે આ સમસ્યાનો નિપટારો આવાગમન અને રાષ્ટ્રીયતા અધિનિયમની ધારા 243(ડી) લાગૂ કરીને કર્યો હતો. 
 
તેમણે કહ્યુ કે ધારા 243 ડી હેઠળ વિદેશ મંત્રી કોઈ દેશને તમારી તરફથી આ નોટિસ મળ્યા પછી પ્રવાસી કે અપ્રવાસી વીઝા દેવો બંધ કરવાનો હોય છે. અમુક દેશે કોઈ નાગરિક કે નિવાસીને સ્વીકાર કરવાની ના પાડી દીધી છે કે પછી તે તેનો સ્વીકાર કરવામાં કારણ વગર મોડુ કરી રહ્યા છે. 
 
ગ્રેસલેએ કહ્યુ કે આનો ઉપયોગ એક વાર વર્ષ 2001માં ગુઆના મામલામાં કરવામાં આવી ચુક્યો છે.  ત્યા તેનો તત્કાલ પ્રભાવ પડ્યો હતો. તેનુ પરિણામ બે મહિનાની અંદર ગુઆના પાસેથી મદદના રૂપમાં સામે આવ્યુ હતુ.