શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

આ દુર્લભ હીરો પુરા 90.5 કરોડમાં વેચાયો !!

હોંગકોગમાં નીલામી, પિંક ડાયમંડ, 1.74 કરોડ ડોલર, 90.5 ડોલર, ટેલીફોન દ્વારા ખરીદી, માર્ટિયન પિંક ડાયમંડ, 12 કેરેટનો હીરો, 1976માં જ્યારે અમેરિકાએ મંગળ પર ઉપગ્રહ મોકલ્યો
P.R

હોંગકોંગમાં થયેલી લિલામીમાં એક દુર્લભ ગુલાબી હીરો ધાર્યા કરતા ખાસ્સી ઉંચી કિંમતે એટલે કે 1.74 કરોડ ડોલરમાં વેચાયો હતો. લિલામી કરનારા ક્રિસ્ટીના જણાવ્યા અનુસાર આ પ્રકારના અત્યારસુધી વેચાયેલા હીરાઓમાં આ હીરાની સૌથી વધુ કિંમત ઉપજી છે. ટેલીફોન દ્વારા બોલી લગાવનારા એક અજાણ્યા વ્યક્તિએ આ હીરો ખરીદ્યો હતો.

માર્ટિયન પિંક ડાયમંડ એક બેહદ દુર્લભ હીરો છે. આ હીરાની કિંમત 80 લાખ ડોલરથી 1.2 કરોડ ડોલર વચ્ચે અંદાજવામાં આવી હતી. ક્રિસ્ટીના રાહુલ કદાકીયાના જણાવ્યા અનુસાર આ હીરા માટે લગાવાયેલી બોલીમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આખરી બોલી લગાવાઈ ત્યારે તો રોમાંચ ચરમસીમા પર હતો.

આ હીરો 12 કેરેટનો છે. તેને 1976માં અમેરિકાના જ્વેલર હેરી વિંસ્ટને વેચ્યો હતો. આ વર્ષે જ અમેરિકાએ મંગળ ગ્રહ પર પોતાનો ઉપગ્રહ મોકલ્યો હતો. ક્રિસ્ટીના આભૂષણ વિભાગના ફ્રેંકવા ક્યૂરિયલના જણાવ્યા અનુસાર અમે આ હીરો હેરી વિંસ્ટનને આપ્યો હતો. હેરી એ વાતથી ખુબ જ પ્રભાવિત હતો કે અમેરિકા મંગળ સુધી પહોંચી ગયું છે. આ કાચો હીરો હેરીના ખજાનામાં હતો.

તેમના જણાવ્યા અનુસાર આ હીરાને હેરીએ ખુબ જ ખુબસુરતી સાથે આકાર આપ્યો હતો. જે વ્યક્તિએ આ હીરાને ખરીદ્યો છે તે પણ અમેરિકન નાગરિક છે અને તે તેને હોંગકોંગમાં વેચવા ચાહે છે.