શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

આંદોમન ટાપૂ પર ભૂકંપનો જોરદાર આંચકો

કોલકાતા, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ પણ ઘ્રુજ્યાં

આંદોમાન નિકોબાર દ્વીપમાં આજે ભૂકંપનો એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવામાં આવ્યો તથા આ સાથે દક્ષિણ અને પૂર્વી ભારતના કેટલાયે શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવામા આવ્યાં છે. જો કે, હજુ સુધી જાન-માલના નુકસાનના કોઈ સમાચાર મળી શક્યાં નથી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર પોર્ટ બ્લેયરથી આશરે 265 કિલોમીટર ઉત્તરમાં રાત્રએક વાગ્યેને 26 મિનિટ પર આજે ભૂકંપનો આંચકો અનુભવામાં આવ્યો. જેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. વિભાગે આ આંચકાને ‘ઉચ્ચ શ્રેણી ’વાળો જણાવ્યો છે.

પ્રશાંત સુનામી ચેતાવણી કેંદ્રથી સુનામી એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને પરત લઈ લેવામાં આવ્યું. ભારતીય સુનામી ચેતાવણી કેન્દ્રથી કોઈ પણ પ્રકારની ચેતાવણી જાહેર કરવામાં આવી નથી.

અર્થ વિજ્ઞાન મંત્રાલયના સચિવ શૈલેશ નાયકે કહ્યું છે કે, ભારતીય વૈજ્ઞાનિકોંએ તેને સામાન્ય કંપન જણાવ્યું તથા કોઈ પણ પ્રકારની ચેતાવણી જાહેર કરી નથી. ઓરિસ્સા, વિજયવાડા તથા ચેન્નઈના કેટલાક વિસ્તારો અને કોલકાતામાં આજે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં.