ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ઇસ્લામાબાદ , સોમવાર, 30 માર્ચ 2009 (12:17 IST)

આઠ બ્લાસ્ટ, 20 વધુના મોત

પૂર્વીય પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનીંગ સેન્ટર ઉપર વહેલી સવારે કરવામાં આવેલા ભીષણ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાના અને ઘાયલ થયાના સમાચાર છે. જ્યારે આ હુલામાં આઠ બ્લાસ્ટ કરાયા હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓ બતાવી રહ્યા છે.

છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પણ સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ જારી હતી. સત્તાવાર રીતે મોતનો આંકડો જાણી શકાયો નથી. ટીવી અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા પોલીસ જવાનોના મોત થઇ ગયા છે. આ હુમલો કરાયો ત્યારે ટ્રેનીંગ સેન્ટરમાં આશરે 1500 ટ્રેની પોલીસ જવાનો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક અહેવાલ મુજબ 20 લોકોના મોતના આંકડાને સમર્થન મળ્યું છે. લાહોર પોલીસના વડાએ કહ્યું છે કે આતંકવાદીઓએ 800 જેટલા પોલીસ કેડેટોને સેન્ટરની અંદર બાનમાં પકડી લીધા છે. આતંકવાદીઓ ગાડીમાં આવ્યા હતા. લાહોર શહેર નજીક આવેલા સેન્ટર ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ભારે અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.

બિનસત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનીંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 8 બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. આ ટ્રેનીંગ સેન્ટર વાઘા સરહદ નજીક સ્થિત માનવાન ખાતે આવેલું છે. આશરે બે કલાક સુધી ગોળીબારની રમઝટ જામી હતી. આતંકવાદ સામે લડવા મોટી સંખ્યામાં આતંકવાદ વિરોધી ટુકડી અને સકડો પોલીસ જવાનોએ મોરચા સંભાળી લીધા છે.