ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ઇટાલીમાં માલગાડીમાં વિસ્ફોટ, 10 મર્યા

ઇટાલીના ઉત્તરી શહેર વિયારેગિયોમાં મંગળવારે એક માલગાડી એલપીજી ભરેલા બે ડબ્બાઓમાં વિસ્ફોટ થવાથી 10 લોકોના મૃત્યુ નિપજ્યાં અને 50 અન્ય ઘાયલ થઈ ગયાં.

રસોઈ ગૈસથી ભરેલા ડબ્બામાં વિસ્ફોટ માલગાડીના પાટા પરથી ઉતરી જવાના કારણે થયો. આ ઘટનામાં દુર્ઘટનાસ્થળની આસપાસ મોજૂદ ઘરોમાં પણ આગ લાગી ગઈ.

રોમના અગ્નિશમન સમન્વય કેન્દ્ર અનુસાર દુર્ઘટનામાં ઘાયલ 50 લોકોમાંથી 37 ની હાલત અત્યંત નાજુક છે. માલગાડીમાં કુલ 14 ડબ્બા હતાં.

ઘટનાસ્થળ પર પહોંચેલા અગ્નિશમન વિભાગના કર્મીઓનું નેતૃત્વ કરી રહેલા એંટોનિયો ગમ્બરડેલાએ જણાવ્યું કે 'ડબ્બામાં વિસ્ફોટ પહેલા તેમાં ભરેલો ગેસ આસપાસના મકાનો સુધી ફેલાઈ ગયો.