ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: બગદાદ , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (15:47 IST)

ઇરાકમાં મતદાન મથકોએ હુમલો

ઇરાકના તિકરીત શહેરમાં આજે પ્રાતીય ચૂંટણી દરમિયાન શહેર નજીકના મતદાન મથકોએ ત્રણ મોર્ટાર ગોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આમાં કોઇ જાનહાનિ થઇ નથી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાજધાની બગદાદથી ઉત્તરમાં 150 કિલોમીટર દુર તિકરીટમાં મતદાન કેન્દ્રોએ નજીકના એક વાહનમાંથી મોર્ટાર દ્વારા ગોળા ફેંકવામાં આવ્યા હતા. પરંતુ આમાં કોઇ જાનહાનિ થવા પામી નથી. સઘન સુરક્ષા હોવા છતાં હુમલો કરાયો હતો.