ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

એક પાકિસ્તાનીને પ્રેમ કરવાની સજા !!

P.R
પોતાના ધર્મ અને દેશને છોડીને પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કરવું એક ભારતીય મહિલાને ભારે પડી ગયું છે. લગભગ 13 વર્ષથી શબનમ બંધક બનીને પોતાના પતિના અત્યાચારનો ભોગ બની રહી છે. અહીંના માનવાધિકાર પંચના પ્રયાસો બાદ હવે તેના ભારત પાછા ફરવાની આશા જાગી છે.

ગુલ મોહમ્મદ ખાન નામની વ્યક્તિ સાથે શિર્લે અન હોજ્સની મુલાકાત ગુજરાતના અમદાવાદમાં થઈ હતી. 1997માં બંનેના લગ્ન થઈ ગયા હતા. તેના માટે તેણે પોતાનો ધર્મ બદલ્યો હતો તેમજ નામ પણ બદલીને શબનમ રાખી દીધું હતું. 13 વર્ષ પહેલા પોતાની નવજાત બાળકી સાથે છ મહિનાના વિઝા પર કરાચી પહોંચી તી અને ત્યારથી જ તેના જીવનનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો.

અહીં તેની મુલાકાત ગુલ ખાનની પત્ની અને છ બાળકો સાથે થઈ હતી. તેનો ભારતીય પાસપોર્ટ જપ્ત કરાઈ તેને એક રૂમમાં બંધ કરી દેવાઈ હતી. ત્યારથી તે મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં જ બંધ છે. તેને કોઈને મળવા પણ નથી દેવાતી. આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે પાકિસ્તાની માનવાધિકર પંચ અને સામાજીક કાર્યકર્તા અસ્મા જહાંગીર તથા અન્સાર બર્નીએ તેને ભારત પાછા ફરવા મદદ કરવાની શરૂ કરી.

પંચના સભ્ય અબ્દુલ હઈ અને બર્નીએ જણાવ્યું હતું કે મહિલાના અમદાવાદ સ્થિત પરિવારે શબનમની મુક્તિ માટે તેમની મદદ માંગી છે. ઈન્ટરનેટ અને મોબાઈલ દ્વારા જ તે બહારની દુનિયા સાથે જોડાયેલી છે. તેણે એક અખબારને જણાવ્યું હતું કે તેની જિંદગી નર્ક બની ગઈ છે. અનેક વર્ષોથી તે રૂમની બહાર પણ નથી નીકળી. હવે તે પોતાના ઘરે પાછી ફરવા ઈચ્છે છે. તેની બાળકીને પણ સ્કૂલ નથી મોકલવામાં આવતી, મા-દીકરીને લાકડીથી માર પણ મારવામાં આવે છે.

પોતાના પરિજનો સાથે તે પતિ સામે જ વાતચીત કરી શકતી. આ કારણે તેમને કંઈ કહી પણ નહોતી શકતી. કેટલાક મહિના પહેલા ગમે તેમ કરીને એકલા તે પોતાના પરિવાર સાથે વાત કરવામાં સફળ રહી હતી અને તેણે તેમને તમામ વાતો જણાવી હતી. ત્યારબાદ પરિવારે તેના ભારત પાછા ફરવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા. આ સંબંધે તેમણે કેન્દ્રિય ગૃહ સચિવ, પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત અને માનવાધિકાર કાર્યકર્તા અસ્મા જહાંગીરને પત્ર લખ્યો હતો. આ દરમિયાન સ્થાનિક પોલીસે ગુલ અને તેની પત્નીની પણ પુછપરછ કરી છે. સાથે જ સિંધની હાઈકોર્ટમાં પણ આ મામલે ત્રાસ આપવા અંગેની અરજી કરવામાં આવી છે.