મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગટન , શનિવાર, 19 સપ્ટેમ્બર 2009 (11:37 IST)

ઓબામા જાપાનના વડાપ્રધાનને મળશે

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને જાપાનના નવા વડાપ્રધાન યુકિયો હાયોતામા આગામી બુધવારે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય વામ ડેમાકેટ્રિક પાર્ટી ઑફ જાપાનના હાતોયામાએ બુધવારે જાપાનના નવા વડાપ્રધાનના રૂપમાં સૌગંધ લીધા છે. હાતોયામાની જીતે જાપાનમાં લગભગ પાંચ દશકથી વધુ સમયથી ચાલી રહેલા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના શાસનને સમાપ્ત કરી દીધું છે.

ડેમાક્રેટિક પાર્ટી ઑફ જાપાનના નેતાઓએ આ સંકેત આપ્યાં છે કે તે અમેરિકા સાથે સમાનતાના આધાર પર વધુ સારા સંબંધો કાયમ કરવા ઈચ્છે છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા રૉબર્ટ ગિબ્સે કહ્યું કે, 23 સપ્ટેમ્બર, બુધવારે રાષ્ટ્રપતિ અને જાપાની વડાપ્રધાન હાતોયામા પ્રથમ વખત મુલાકાત કરશે.