શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 26 માર્ચ 2012 (17:42 IST)

ઓસ્ટ્રેલિયાનો ડ્રગ માફિયા ભારતમાં સક્રિય

P.R
ઓસ્ટ્રેલિયાની મોસ્ટ વોન્ટેડ ડ્રગ ગેંગના સભ્ય હાકન અયિક પર પોલીસ સૂત્રોએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેણે ભારતમાં એક આધુનિક માદક પદાર્થ પ્રયોગશાળા સ્થાપિત કરી છે.

ઓસ્ટ્રેલિયન અખબાર ધ એજના અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના માદક પદાર્થના તસ્કરો દ્વારા દક્ષિણ એશિયામાં પોતાની ગતિવિધિઓને અંજામ આપવાનું આ બીજું ઉદાહરણ છે જ્યાં ઉત્તેજક દવાઓના નિર્માણમાં વપરાશમાં લેવાતા રસાયણોની મોટી માત્રામાં મેળવી શકાય છે, જેનાથી અંતત: ગુનાખોરીને ઉત્તેજન મળે છે.

વૈશ્વિક સ્તર પર ટનબંધ ઉત્તેજક દવાઓ નિકાસ કરવામાં સક્ષમ આ પ્રયોગશાળાની 2010માં અમેરિકાના ડ્રગ વિરોધી તંત્ર, ઓસ્ટ્રેલિયા અને ભારતીય અધિકારીઓએ તપાસ કરી હતી. અધિકારીઓને એ વાતની શંકા છે કે આ ડિઝાઈન માદક પદાર્થોના ઔદ્યોગિક સ્તર પર ઉત્પાદન માટે કરવામાં આવી છે.

અહેવાલમાં એમપણ કહેવાયું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા અધિકારીઓનું માનવું છે કે મેલબોર્નમાં સંગઠિત ગુનાખોરીથી સૌથી કુખ્યાત સરગનાઓમાંથી એકે નશીલા પદાર્થોની આયાત એટલે કે મની લોન્ડ્રિંગની યોજના અંતર્ગત પોતાનો સંપર્ક પાકિસ્તાનમાં વિકસિત કરી લીધો છે જેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ છે. આ માફિયા સરગના બ્લેક ઉહલાંસ મોટર સાઈકલ ગેંગ સાથે પણ ધરોબો ધરાવે છે.

વિક્ટોરિયા પોલીસના કાર્યકારી સહાયક આયુક્ત ડોઉગ ફ્રેયરે આ પહેલા ચેતવણી આપી હતી કે ઓસ્ટ્રેલિયાની ગેંગ સ્પેન, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિત વિદેશોમાં આક્રમક રીતે પોતાનો વિસ્તાર કરી રહી છે.